ફિલ્મમાં નામ પૂરતા હોવું એના કરતાં સારું પાત્ર હોવું મહત્ત્વનું છે : કુણાલ કપૂર

29 August, 2021 04:11 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

તેની ‘ધ એમ્પાયર’ હાલમાં જ રિલીઝ થઈ છે

કુણાલ કપૂર

કુણાલ કપૂરનું કહેવું છે કે ફિલ્મમાં ફક્ત નામ પૂરતા હોવા કરતાં મહત્ત્વનું પાત્ર ભજવવું વધુ જરૂરી છે. તેની ‘ધ એમ્પાયર’ હાલમાં જ રિલીઝ થઈ છે. આ વેબ-શોમાં તેણે બાબરનું પાત્ર ભજવ્યું છે. આ વિશે વાત કરતાં કુણાલે કહ્યું કે ‘મને જ્યારે ઍક્ટિંગ વિશે ખબર પડી ત્યારે મને અહેસાસ થઈ ગયો હતો કે મારે ઝિંદગીભર આ જ કરવું છે. મારે દરરોજ સેટ પર રહેવું છે અને એ જ મારો ઍક્ટિંગ પ્રત્યેનો પ્રેમ છે. એક સમય એવો હતો જ્યારે મને જે પણ કામની ઑફર કરવામાં આવતી એ એવાં પાત્રો નહોતાં જે મારે કરવાં હતાં. એક સમય એવો પણ હતો જ્યારે ફિલ્મના સેટ પર હું પોતાને પૂછી રહ્યો હતો કે હું શું કામ આ ફિલ્મ કરી રહ્યો છું? એ દિવસે મેં પ્રૉમિસ આપ્યું હતું પોતાને કે આવી સિચુએશનમાં હું ફરી નહીં મુકાઉં. મારે યોગ્ય પાત્ર માટે એક અથવા તો બે વર્ષ રાહ જોવી પડે તો પણ હું એ જોવા તૈયાર છું કારણ કે ફક્ત ફિલ્મમાં હોવા કરતાં મહત્ત્વનું પાત્ર ભજવવું જરૂરી છે.’

kunal kapoor bollywood news