વાહ...ક્યા સીન હૈ

11 July, 2026 11:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્ષો બાદ એક ફ્રેમમાં રણજિત અને પ્રેમ ચોપડા જોવા મળ્યા

વર્ષો બાદ એક ફ્રેમમાં રણજિત અને પ્રેમ ચોપડા જોવા મળ્યા

દિગ્ગજ અભિનેતા રણજિતે સોશ્યલ મીડિયા પર પ્રેમ ચોપડા સાથેની પોતાની હાલની તસવીર શૅર કરી છે. વર્ષો બાદ હિન્દી સિનેમાના બે સુપરહિટ વિલનને એકસાથે જોઈને તેમના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તસવીર સાથે રણજિતે લખ્યું હતું કે ‘પ્રેમ ચોપડા સાથેની જૂની યાદો.’
રણજિત અને પ્રેમ ચોપડાને એકસાથે જોઈને ચાહકોએ પોસ્ટ પર પ્રેમ વરસાવ્યો છે. અનેક લોકોએ લાલ દિલના ઇમોજી સાથે પોતાની ખુશી વ્યક્ત કરી છે, જ્યારે ઘણા લોકોએ બન્ને કલાકારોના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે શુભેચ્છાઓ આપી છે. 
રણજિત અને પ્રેમ ચોપડાએ ‘રાજા બાબુ’, ‘ધર્માત્મા’, ‘દોસ્તાના’, ‘ઇન્સાફ કા તરાઝૂ’, ‘પ્રોફેસર પ્યારેલાલ’, ‘કસમ’ અને ‘અગ્નિપથ’ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં બન્નેએ અનેક ફિલ્મોમાં વિલનનાં અને મહત્ત્વપૂર્ણ પાત્રો ભજવીને દર્શકોના દિલમાં આગવું સ્થાન બનાવ્યું હતું.

ranjeet prem chopra bollywood buzz bollywood news bollywood gossips bollywood