જે હિંમત તમને સંજય લીલા ભણસાલી બનાવે છે એ ક્યારેય ઓછી ન થાય

25 February, 2026 01:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મનીષા કોઇરાલાએ ફિલ્મમેકરની ૬૩મી વર્ષગાંઠે વિશેષ નોંધ લખીને પ્રેમ અને સન્માનની લાગણી વ્યક્ત કરી

મનીષા કોઇરાલા અને સંજય લીલા ભણસાલી

ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ગઈ કાલે ૬૩મી વર્ષગાંઠ હતી. સંજય લીલા ભણસાલી સાથે ‘ખામોશી : ધ મ્યુઝિકલ’ ફિલ્મ અને વેબ-સિરીઝ ‘હીરામંડી : ધ ડાયમન્ડ બઝાર’માં લીડ રોલ કરનાર મનીષા કોઇરાલાએ તેમની વર્ષગાંઠ નિમિત્તે સોશ્યલ મીડિયા પર એક વિશેષ નોંધ લખીને પ્રેમ અને સન્માનની લાગણી વ્યક્ત કરી છે.

મનીષાએ સોશ્યલ મીડિયામાં સંજય ભણસાલી સાથેની એક સુંદર તસવીર શૅર કરીને લખ્યું... ‘જન્મદિવસ મુબારક હો, સંજય. તમને પ્રતિભાશાળી કહેવું સરળ છે, પરંતુ તમારી સાચી ઓળખ તમારું સંપૂર્ણ સમર્પણ છે; સિનેમા માટે, સુંદરતા માટે, સંગીત માટે, ભાવનાઓ માટે અને દરેક વખતે શ્રેષ્ઠ કાર્ય કરવાની તલપ માટે તમે જે સમર્પણ બતાવો છો એ જ તમને અનોખા બનાવે છે. હું હંમેશાં તમારા એ જુસ્સાની પ્રશંસક રહી છું જેના દ્વારા તમે તમારી કળામાં સંપૂર્ણપણે લીન થઈ જાઓ છો. એ તીવ્રતા, એ શિસ્ત, એ જુસ્સો અને એ કાવ્યાત્મક અંદાજ; આ બધું તમારા સર્જાયેલા વિશ્વનો ભાગ બની જાય છે. એક અભિનેત્રી તરીકે તમારી ફિલ્મોમાં કામ કરવું મારા માટે પડકાર પણ છે અને અનોખો આનંદ પણ. તમે માત્ર દૃશ્યો નથી બનાવતા, પરંતુ ભાવનાઓને જીવંત કરો છો. તમે માત્ર વાર્તાઓ નથી કહેતા, પરંતુ એને સુંદર સંગીતની જેમ ગૂંથી દો છો. તમારી ફિલ્મોમાં ભવ્યતા છે, પરંતુ સાથે-સાથે ઊંડી સંવેદનશીલતા પણ છે અને એ બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. મારા તરફથી શુભેચ્છા છે કે તમારો અંદરનો જુસ્સો હંમેશાં પ્રજ્વલિત રહે અને જે હિંમત તમને ‘સંજય લીલા ભણસાલી’ બનાવે છે એ ક્યારેય ઓછી ન થાય.

manisha koirala sanjay leela bhansali bollywood buzz bollywood news bollywood gossips bollywood