✕

તમન્ના ભાટિયાના ઘરે યોજાઈ માતા કી ચૌકી

13 October, 2026 09:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમન્ના ભાટિયાએ નવરાત્રિ નિમિત્તે પોતાના ઘરે પરિવારજનો અને નજીકના મિત્રોની હાજરીમાં ‘માતા કી ચૌકી’નું આયોજન કર્યું હતું.

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયાએ નવરાત્રિ નિમિત્તે પોતાના ઘરે પરિવારજનો અને નજીકના મિત્રોની હાજરીમાં ‘માતા કી ચૌકી’નું આયોજન કર્યું હતું. આ ધાર્મિક પ્રસંગ ભક્તિગીતો, પ્રાર્થના અને ભાવપૂર્ણ ક્ષણોથી ભરપૂર રહ્યો હતો. આ કાર્યક્રમની સામે આવેલી તસવીરોમાં તમન્ના આરતી કરતી અને ભક્તિગીતો પર કીર્તન જોવા મળી હતી. તમન્નાની મિત્ર મૃણાલ ઠાકુરે પણ આ ઉજવણીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ પાંચ કલાક સુધી ચાલ્યો હતો અને વાતાવરણમાં ભક્તિ અને સંગીતનો માહોલ છવાઈ ગયો હતો. તમન્ના ભાટિયાએ આ પ્રસંગની અનેક તસવીરો અને વિડિયો શૅર કરીને આ આધ્યાત્મિક અનુભવને મનને શાંતિ અને ધ્યાન તરફ દોરી જતો અનુભવ પણ કરાવ્યો હતો.

tamanna bhatia mrunal thakur bollywood gossips bollywood news bollywood navratri culture news