પીછો કરનાર વિરુદ્ધ એફઆઇઆર દાખલ કર્યો નિકિતા રાવલે

25 June, 2021 02:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નિકિતા રાવલે તેનો પીછો કરનાર એક વ્યક્તિ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કર્યો છે. તે સતત તેનો પીછો કરતો હતો. સાથે જ દરેક ઇવેન્ટમાં પણ તેની આગળ-પાછળ ફરતો હતો

નિકીતા રાવલ

નિકિતા રાવલે તેનો પીછો કરનાર એક વ્યક્તિ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કર્યો છે. તે સતત તેનો પીછો કરતો હતો. સાથે જ દરેક ઇવેન્ટમાં પણ તેની આગળ-પાછળ ફરતો હતો. એથી છેવટે કંટાળીને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એ વિશે વિસ્તારમાં નિકિતાએ કહ્યું હતું કે ‘મેં અમારા વૉચમૅન અને ડ્રાઇવર દ્વારા તેને અનેક વખત ચેતવણી આપી હતી. આમ છતાં તે સાંભળતો નહોતો. તેની આવી હરકતથી મારી માનસિક શાંતિ ખરાબ થઈ રહી હતી. છેવટે મારે આ પગલું લેવું પડ્યું હતું. આશા છે કે તે હવે મારો પીછો કરવાનું બંધ કરશે અને જીવનની અગત્યની બાબતો પર ધ્યાન આપશે. જે કોઈ પણ આવું કરતા હોય તે નિંદનીય છે. કોઈની પાછળ દોડવા કરતાં જીવનમાં ઘણુંબધું કરવા જેવું છે. કામ અને જીવનમાં જે જરૂરી છે એના પર ધ્યાન આપવું જોઈએ. સલામત રહો અને જ્યારે પણ તક મળે તો વૅક્સિન લઈ લેવી.’

bollywood news