25 October, 2026 09:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર
રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘રામાયણ’ના બીજા ભાગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અગાઉ આ ફિલ્મનો બીજો ભાગ આવતા વર્ષની દિવાળીએ રિલીઝ કરવાના સમાચાર આવ્યા હતા, પણ લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હવે આ ફિલ્મની રિલીઝ ૨૦૨૮ની દિવાળી સુધી લંબાઈ શકે છે. જોકે નિર્માતાઓ તરફથી હજી સુધી આ વિશે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
મળતી માહિતી પ્રમાણે નિર્માતા નમિત મલ્હોત્રા ફિલ્મને ભવ્ય સ્તરે રજૂ કરવા માગે છે અને બીજા ભાગના શૂટિંગ માટે હજી વધુ સમયની જરૂર છે અને ફિલ્મમાં દર્શાવવામાં આવનાર યુદ્ધનાં દૃશ્યોનું શૂટિંગ અને એનું નિર્માણ અપેક્ષા કરતાં વધુ સમય લઈ રહ્યાં છે. ‘રામાયણ’ના બીજા ભાગમાં રામ અને રાવણ વચ્ચેના યુદ્ધને મુખ્ય રીતે દર્શાવવામાં આવશે અને નિર્માતાઓ ફિલ્મના ભવ્યતાના સ્તરને વધુ ઊંચું લઈ જવા માગે છે. આ કારણે જ હવે બીજા ભાગની રિલીઝ એક વર્ષ પાછી ઠેલાઈ શકે છે એવી ચર્ચા છે.