18 May, 2025 05:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પરેશ રાવલ અને અક્ષય કુમાર (તસવીર: મિડ-ડે)
બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે રવિવારે સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી કે તેમણે તેમની કલ્ટ ફિલ્મ ફ્રેન્ચાઇઝ, ‘હેરા ફેરી’ના ત્રીજા ભાગમાંથી બહાર પાડવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. જોકે, તેમણે ફિલ્મ છોડવા પાછળ "ક્રિએટિવ મતભેદો" હોવાના અહેવાલોને રદિયો આપ્યો છે. પરેશ રાવલે પોતાના સોશિયલ મીડિયા X હેન્ડલ પર લખ્યું, "હું એ વાત રેકોર્ડ પર મૂકવા માગુ છું કે ‘હેરા ફેરી 3’ થી દૂર રહેવાનો મારો નિર્ણય ક્રિએટિવ મતભેદોને કારણે નહોતો. હું પુનરોચ્ચાર કરું છું કે ફિલ્મ નિર્માતા અને મારી વચ્ચે કોઈ ક્રિએટિવ મતભેદ નથી."
"મને ફિલ્મ દિગ્દર્શક પ્રિયદર્શન પ્રત્યે અપાર પ્રેમ, આદર અને વિશ્વાસ છે," તેમણે ઉમેર્યું. પરેશ રાવલના હેરા ફેરી 3 માંથી બહાર નીકળવા પર નેટીઝન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમ અભિનેતાએ હેરા ફેરી 3 નો ભાગ ન હોવાની પુષ્ટિ કરી, ત્યારે ફ્રેન્ચાઇઝના ચાહકોએ નિરાશા વ્યક્ત કરી અને કહ્યું કે હેરા ફેરી 3 માં બાબુરાવ અપટે તરીકે કોઈ તેમનું સ્થાન લઈ શકે નહીં. "હેરા ફેરી બાબુરાવ વિના કલ્પના કરવી મુશ્કેલ છે. તમે તમારા પરફેક્ટ ટાઇમિંગ અને એક્સપ્રેશનથી ભૂમિકાને અવિસ્મરણીય બનાવી દીધી," એક યુઝરે અભિનેતાની પોસ્ટ હેઠળ ટિપ્પણી કરી, જ્યારે બીજાએ લખ્યું, "તમે ફરીથી બાબુ ભૈયાની તસવીરસમાં ફસાવવા માગતા નથી?"
અભિનેતા અને મેકર્સ વચ્ચે ક્રિએટિવ મતભેદો હોવાનાના અહેવાલો વાયરલ
શનિવારે, અહેવાલો વાયરલ થયા કે પ્રિયદર્શન સાથે સર્જનાત્મક મતભેદોને કારણે રાવલ હેરા ફેરી 3 માંથી બહાર નીકળી ગયા છે. અભિનેતાએ પણ અહેવાલો પર પ્રતિક્રિયા આપતા કહ્યું, "હા, તે એક હકીકત છે". જોકે, એવું લાગે છે કે તે ફક્ત ફ્રેન્ચાઇઝીમાંથી બહાર નીકળવાના સમાચાર સ્વીકારી રહ્યા હતા, અફવાઓનું કારણ નહીં. આ અભિનેતાએ હજી સુધી સાચું કારણ જાહેર કર્યું નથી કે તેમણે હેરા ફેરી 3 માં બાબુરાવ ગણપતરાવ અપટેની ભૂમિકા ફરીથી કેમ ન ભજવી.
હેરા ફેરી 2000 માં રિલીઝ થઈ હતી, અને તેનું દિગ્દર્શન પ્રિયદર્શન દ્વારા કરવામાં આવ્યું હતું, આ ફિલ્મમાં તબુ, ઓમ પુરી અને ગુલશન ગ્રોવર પણ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળ્યા હતા. બાદમાં, 2006 માં, હેરા ફેરીની સિક્વલ, ફિર હેરા ફેરી રિલીઝ થઈ, જેમાં ફરી એકવાર પ્રતિષ્ઠિત ત્રિપુટી - અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી - એ તેમની મૂળ ભૂમિકાઓ ફરીથી ભજવી હતી, અને હવે આટલા વર્ષો બાદ 2025-26 માં ફિલ્મનો ત્રીજો ભાગ આવી રહ્યો છે. જોકે ફિલ્મમાં એક મુખ્ય કલાકાર ન હોવાથી લોકો ઉદાસ થઈ ગયા છે. આ પહેલા ફિલ્મમાં અક્ષય કુમાર પણ નહોતો હોવાની ચર્ચા હતી, પણ પછીથી તે ટીમમાં જોડાયો હતો.