કંગનાની ‘ધાકડ’નો લોકો કરી રહ્યા છે વિરોધ

21 May, 2022 12:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાંચ કરોડ રૂપિયાની આલીશાન કાર ખરીદી કંગનાએ

પાંચ કરોડ રૂપિયાની આલીશાન કાર ખરીદી કંગનાએ

કંગના રનોટની ‘ધાકડ’ વિરુદ્ધ લોકોનો વંટોળ ફૂટી નીકળ્યો છે. એના માટે લોકોએ કેટલાંક કારણો સોશ્યલ મીડિયામાં શૅર કર્યાં છે. આ ફિલ્મની રિલીઝ અગાઉ તેણે ફિલ્મની ટીમ સાથે કાશી વિશ્વનાથના મંદિરે જઈને શિવલિંગ પર દૂધ ચડાવ્યું હતું. જોકે તેણે પ્લાસ્ટિકની બકેટથી દૂધ ચડાવ્યું હતું. એ જોઈને લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. લોકોનું કહેવું છે કે ભગવાનને દૂધ ચડાવતી વખતે ચાંદી, તાંબા કે પછી પિત્તળના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ કંગના થોડા દિવસો અગાઉ ઈદની પાર્ટીમાં હાજર હતી. એને જોઈને લોકોએ એને ટ્રોલ કરવાનું શરૂ કરતાં કહ્યું  છે કે આ પાર્ટીમાં સામેલ કેટલીયે સેલિબ્રિટીઝના વિરોધમાં કંગના હતી અને હવે તેમની જ સાથે પાર્ટી કરતી તે જોવા મળી રહી છે. સાથે જ બે વર્ષ અગાઉ જ્યારે સુશાંત સિંહ રાજપૂતનું અવસાન થયું ત્યારે તેને ન્યાય અપાવવા માટે કંગનાએ સોશ્યલ મીડિયામાં જંગ છેડી દીધો હતો. એથી લોકો કહી રહ્યા છે કે સુશાંતને ન્યાય અપાવવો એ તેનો ઉદ્દેશ નહોતો, તેને તો માત્ર પ્રસિદ્ધિ જ મેળવવી હતી. તેનો હેતુ પૂરો થતાં તે હવે બૉલીવુડ સાથે મળી ગઈ છે. ‘લૉકઅપ’ના વિજેતા મુનવ્વર ફારુકીએ હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું હતું. આમ છતાં કંગનાએ તેને ‘લૉકઅપ’નો વિજેતા જાહેર કર્યો હતો. આવાં કારણોથી જ લોકોએ ‘ધાકડ’નો વિરોધ કરવાનું શરૂ કર્યું છે અને સોશ્યલ મીડિયામાં #BoycottDhaakad ટ્રેન્ડ થઈ રહ્યું છે. 

પાંચ કરોડ રૂપિયાની આલીશાન કાર ખરીદી કંગનાએ

‘ધાકડ’ની રિલીઝ અગાઉ જ કંગનાએ અંદાજે પાંચ કરોડની આલીશાન કાર ખરીદીને પોતાને ગિફ્ટ કરી છે. આ આલીશાન કાર એટલે મર્સિડીઝ બેન્ઝ મેબૅક S680 છે. એવું જાણવા મળ્યું છે કે ૨૦૨૩ સુધી એ કારનું વેચાણ થઈ ગયું છે. આ કારની ડિલિવરી લેવા માટે કંગના તેના પરિવાર સાથે ગઈ હતી. તેની મમ્મીએ આ નવી કારની પૂજા કરી હતી. કારમાં લેટેસ્ટ ટેક્નૉલૉજીની સાથે એમાં સવાર યાત્રીઓને આરામનો પણ અનુભવ કરાવશે. કંગના બ્લૅક પ્રિન્ડેટ ડ્રેસમાં ખૂબ સુંદર દેખાઈ રહી છે. આ ઇમ્પોર્ટેડ કારની માલિક બનીને કંગના પણ ખુશ થઈ ઊઠી છે.

bollywood news kangana ranaut