31 July, 2021 06:27 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
હંસલ મેહતા
પતિ રાજ કુન્દ્રાની પોર્ન ફિલ્મ કેસ મામલે ધરપકડ થયા બાદ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એક બાજુ સેબીએ દંડ ફટકાર્યો છે તો બીજી બાજુ કોર્ટે રાજ કુન્દ્રાને જામીન આપવાનો ઈન્કાર કર્યો છે. આની વચ્ચે ફિલ્મમેકર હંસલ મહેતાએ એક ટ્વિટ કર્યુ છે, જે ખુબ જ વાયરલ થઈ રહ્યું છે. જે ટ્વિટમાં તેમણે બૉલિવૂડે આવી સ્થિતિમાં શિલ્પા શેટ્ટીને એકલી મુકી દીધી હોવાની વાત કરી છે.
હંસલ મેહતાએ એક પછી એક અનેક ટ્વિટ કર્યા છે. હંસલ મેહતાએ પહેલા ટ્વિટમાં કહ્યું કે, `જો તમે તેની સાથે ઉભા ના રહી શકો તો તેને એકલી છોડી દો અને કાનુનને નક્કી કરવા દો. તેમને કઈંક પ્રાઈવસી આપો. એ દુર્ભાગ્યપૂર્ણ છે કે સાર્વજનિક જીવનમાં ન્યાય થતા પહેલા જ લોકો પોતાની નજરોમા બીજાને દોષી માની લેતા હોય છે.`
તેમણે અન્ય એક ટ્વિટમાં લખ્યું કે, ` આવી રીતે ચુપ રહેવું એક પેર્ટન બની ગઈ છે. સારા સમયમાં બધા લોકો ભેગા મળી પાર્ટી કરતા હોય છે, ખરાબ સમયમાં સાવ સન્નાટો છવાઈ જાય છે, એકલા પડી જવાય છે. એનાથી કોઈ ફર્ક નથી પડતો કે સાચુ શું છે, નુકસાન પહેલાથી જ થઈ ગયુ છે.`
ફિલ્મમેકર હંસલ મેહતાએ વધુમાં કહ્યું કે, `આ પેટર્ન છે. આક્ષેપ એક ફિલ્મી વ્યક્તિ સામે હોય તો, ગોપનીયતા પર આક્રમણ કરવું, વ્યાપક ચુકાદાઓ પસાર કરવા, ચારિત્ર્ય-હત્યા કરવી, `સમાચાર` બકવાસ ગપસપથી ભરવા, પછી તેની કિમત કેટવી પણ કેમ ના હોય. ચૂપ રહેવાની આ જ કિંમત છે.
ઉલ્લેખનીય છે કે રાજ કુન્દ્રાની મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 19 જુલાઈએ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરી હતી. તેમની સામે ભારતીય દંડ સંહિતા (IPC) અને માહિતી ટેકનોલોજી અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. મંગળવારે મેજિસ્ટ્રેટ કોર્ટે કુંદ્રાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. તેણે જામીન અરજી કરી હતી પરંતુ કોર્ટે બુધવારે તેને ફગાવી દીધી હતી. બોમ્બે હાઈકોર્ટે મંગળવારે તેમને તાત્કાલિક અસ્થાયી રાહત આપવાનો પણ ઇનકાર કર્યો હતો.