પ્રભાસની ‘રાધે શ્યામ’ આવતા વર્ષે ૧૪ જાન્યુઆરીએ થશે રિલીઝ

31 July, 2021 03:22 PM IST  |  Mumbai | Agency

તમને સૌને મારી રોમૅન્ટિક ફિલ્મ ‘રાધે શ્યામ’ દેખાડવા માટે આતુર છું. એની નવી રિલીઝની તારીખ છે. વિશ્વભરમાં ૨૦૨૨ની ૧૪ જાન્યુઆરીએ રિલીઝ થશે.’

રાધે શ્યામ

પ્રભાસની ‘રાધે શ્યામ’ ૨૦૨૨ની ૧૪ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે પૂજા હેગડે પણ જોવા મળશે. આ ફિલ્મને ભૂષણ કુમારે પ્રોડ્યુસ કરી છે. આખરે આ ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. ફિલ્મનો પોતાનો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રભાસે કૅપ્શન આપી હતી કે ‘તમને સૌને મારી રોમૅન્ટિક ફિલ્મ ‘રાધે શ્યામ’ દેખાડવા માટે આતુર છું. એની નવી રિલીઝની તારીખ છે. વિશ્વભરમાં ૨૦૨૨ની ૧૪ જાન્યુઆરીએ રિલીઝ થશે.’

bollywood news bollywood bollywood gossips prabhas