અંગ્રેજીમાં ટીઝર લૉન્ચ કરશે પ્રભાસ

23 October, 2021 12:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બર્થ-ડે નિમિત્તે ‘રાધે શ્યામ’ દ્વારા ચાહકોને આપશે ગિફ્ટ

અંગ્રેજીમાં ટીઝર લૉન્ચ કરશે પ્રભાસ

પ્રભાસે ગઈ કાલે તેના બર્થ-ડે નિમિત્તે ફૅન્સને એક સરપ્રાઇઝ ગિફ્ટ આપતાં ‘રાધે શ્યામ’નું ટીઝર લૉન્ચ કર્યું છે. તેના બર્થ-ડેને વિશ્વભરમાં ફેલાયેલા તેનાં ફૅન્સ સેલિબ્રેટ કરે છે. આ ફિલ્મની સૌકોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ૨૦૨૨ની ૧૪ જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે પૂજા હેગડે પણ જોવા મળવાની છે. તેના બર્થ-ડે પર પૂજાનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. પ્રભાસ હંમેશાં કાંઈક નવું લાવવા માટે જાણીતો છે. એવામાં ‘રાધે શ્યામ’નું નવું ટીઝર તેના ફૅન્સ માટે મોટી ગિફ્ટ જ છે. ફિલ્મનું ટીઝર અંગ્રેજીમાં છે અને એમાં કેટલીક ભાષાઓનાં સબટાઇટલ્સ પણ છે. આ ટીઝરની ખાસ વાત એ છે કે એમાં ડાયલૉગ્સ પ્રભાસ પોતે બોલી રહ્યો છે. એમાં કોઈ પણ નરેશન કે બૅકગ્રાઉન્ડ અવાજ નથી. આવું આ અગાઉ કોઈએ નથી કર્યું. એને જોતાં દર્શકોમાં પણ આતુરતા વધવાની છે. પ્રભાસ ફિલ્મોમાં નિતનવા પ્રયોગ કરવા માટે પણ જાણીતો છે. તેણે ‘બાહુબલી’ની સિરીઝ માટે પાંચ વર્ષ આપ્યાં હતાં. એ દરમ્યાન તેણે અન્ય કોઈ ફિલ્મ કે ઍડમાં કામ નહોતુ કર્યું. ‘સાહો’માં તો તેનું અલગ જ રૂપ દેખાયું હતું. ભૂતકાળમાં પણ તેણે એ વાતની ખાતરી રાખી હતી કે તેનું કામ ઉત્તમ દરજ્જાનું હોય. આ જ કારણ છે કે લોકો તેને ખૂબ પ્રેમ આપે છે.

bollywood news bollywood bollywood gossips prabhas