✕

પ્રિન્સ વિલિયમે આપ્યું કરણ જોહરની કભી ખુશી કભી ગમ જોવાનું વચન

22 October, 2026 10:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રિટનના પ્રિન્સ વિલિયમ નજીકના ભવિષ્યમાં બૉલીવુડની સૌથી લોકપ્રિય કૌટુંબિક ફિલ્મોમાંની એક ‘કભી ખુશી કભી ગમ’ જોઈ શકે છે. પ્રિન્સ વિલિયમે ફિલ્મમેકર કરણ જોહરને ‘આઇકન’ ગણાવ્યો છે.

પ્રિન્સ વિલિયમ, કરણ જોહર

બ્રિટનના પ્રિન્સ વિલિયમ નજીકના ભવિષ્યમાં બૉલીવુડની સૌથી લોકપ્રિય કૌટુંબિક ફિલ્મોમાંની એક ‘કભી ખુશી કભી ગમ’ જોઈ શકે છે. પ્રિન્સ વિલિયમે ફિલ્મમેકર કરણ જોહરને ‘આઇકન’ ગણાવ્યો છે અને એક પત્રકારે તેની તાજેતરની લંડન મુલાકાત વિશે વાતચીત દરમ્યાન આ ફિલ્મ જોવાનું સૂચન કરતાં તેણે ફિલ્મ જોવાની તૈયારી પણ દર્શાવી હતી.

આ વાતચીત પ્રિન્સ વિલિયમ અને રૉયલ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલી પર્યાવરણલક્ષી પહેલ ‘અર્થશૉટ પ્રાઇઝ’ સાથે સંકળાયેલા એક કાર્યક્રમ દરમ્યાન થઈ હતી. કરણ જોહર ભારતમાં આ પહેલની પહોંચ વધારવામાં મદદ કરી રહ્યો છે. પ્રિન્સ વિલિયમે વાતચીત દરમ્યાન કરણના યોગદાનની પ્રશંસા કરી હતી. પ્રિન્સ વિલિયમે પ્રોજેક્ટમાં કરણ જોહરની ભૂમિકાની વાત કરતાં તેને નમ્ર પણ ગણાવ્યો હતો. ત્યાર બાદ પત્રકારે કરણની ફિલ્મોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેની કેટલીક જાણીતી ફિલ્મો ભારતની બહાર પણ દર્શકોમાં લોકપ્રિય બની છે. પ્રિન્સ વિલિયમે સ્વીકાર્યું હતું કે તેણે હજી સુધી કરણ જોહરની કોઈ ફિલ્મ જોઈ નથી. આ પછી પત્રકારે પ્રિન્સ વિલિયમને કરણ જોહરની ૨૦૦૧માં આવેલી કૌટુંબિક ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ જોવાની ખાસ ભલામણ કરી હતી જેનો પ્રિન્સે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

prince william karan johar kabhi khushi kabhie gham bollywood news bollywood gossips bollywood great britain