03 April, 2025 06:55 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
પ્રિયંકાનો જયપુરમાં રાજવી ઠાઠ
પ્રિયંકા ચોપડા અત્યારે ભારતમાં છે અને તે અહીં એસ. એસ. રાજામૌલીની ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. કામને કારણે પ્રિયંકા ૩૦ માર્ચે જયપુર ગઈ હતી અને હવે એના ફોટો આવ્યા છે. પ્રિયંકાએ શૅર કરેલી તસવીરોમાં તે જ્યાં રોકાઈ છે ત્યાંનો વ્યુ દર્શાવ્યો છે. આ હોટેલમાં પ્રિયંકાનું બહુ ભવ્ય સ્વાગત થયું અને તેણે ત્યાં રાજસ્થાની વાનગીઓની સાથે-સાથે સમોસાં અને કચોરીની મજા માણી હતી. પ્રિયંકા આ મહેમાનગતિથી ઘણી ખુશ થઈ હતી.