01 November, 2026 11:23 AM IST | Los Angeles | Gujarati Mid-day Correspondent
પ્રિયંકાની દિવાળી પાર્ટી
પ્રિયંકા ચોપડા ભલે ભારતથી હજારો કિલોમીટર દૂર લૉસ ઍન્જલસમાં રહેતી હોય, પણ તેનો દિવાળીની ઉજવણીનો ઉત્સાહ જરા પણ ઓછો થયો નથી. પ્રિયંકા અને પતિ નિક જોનસે શુક્રવારે લૉસ ઍન્જલસના પોતાના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ઉજવણીમાં તેમના મિત્રો પણ સામેલ થયા હતા. ઢોલના તાલ, પરંપરાગત રીતરિવાજો અને ગ્લૅમરની વચ્ચે યોજાયેલી આ પાર્ટીમાં મહેમાનો એકથી એક ચડિયાતાં ભારતીય પરિધાનમાં જોવા મળ્યા હતા.
દિવાળીની પાર્ટી માટે પ્રિયંકાએ ઘેરા મરૂન રંગનું ગાઉન પહેર્યું હતું. આ ગાઉનમાં પરંપરાગત ભારતીય ભરતકામને આધુનિક રેડ કાર્પેટ સ્ટાઇલ સાથે રજૂ કરવામાં આવ્યું હતું. ગાઉન પર ઝરદોસી, સોનેરી દોરાથી કરવામાં આવેલું ભરતકામ અને નાજુક મોતીનાં લટકણ હતાં. આ ગાઉન સાથે ભારે ઘરેણાં પહેરવાને બદલે પ્રિયંકાએ રુબી ઇઅર-રિંગ્સ, માંગટીકો અને સોનાની બંગડીઓ પહેરી હતી. તેણે વાળને નીચા અંબોડામાં બાંધીને એમાં સફેદ ગજરો અને સુંદર હેર-ઑર્નામેન્ટ લગાવ્યું હતું જે આકર્ષક લાગતું હતું. પ્રિયંકાનો પતિ નિક જોનસ પણ ક્રીમ અને સફેદ રંગના કુર્તા-સેટમાં જોવા મળ્યો હતો.