11 July, 2026 11:36 AM IST | London | Gujarati Mid-day Correspondent
પતિને વિડિયો-કૉલ પર વિમ્બલ્ડનની મૅચ દેખાડી પ્રિયંકાએ
હાલમાં પ્રિયંકા ચોપડા લંડનમાં ચાલી રહેલી વિમ્બલ્ડનની મૅચ માણતી જોવા મળી હતી. આ સમયે પ્રિયંકા રૉયલ બૉક્સમાં બેસીને પતિ નિક જોનસ સાથે ફેસટાઇમ પર વાત કરતી જોવા મળી હતી. પ્રિયંકાએ સેન્ટર કોર્ટ પર કોકો ગૉફ અને કૅરોલિના મુચોવા વચ્ચે રમાયેલી વિમેન્સ સિંગલ્સની સેમી-ફાઇનલ મેચ જોઈ હતી અને વિડિયો-કૉલ મારફત નિક જોનસને મૅચનો વર્ચ્યુઅલ અનુભવ કરાવ્યો હતો. આ ખાસ પળની તસવીરો ઝડપથી વાઇરલ થઈ ગઈ હતી અને ચાહકોને આ કપલની લૉન્ગ-ડિસ્ટન્સ કેમિસ્ટ્રી બહુ પસંદ પડી હતી. નિક જોનસ સાથેનો ફેસટાઇમ વાઇરલ થતાં અનેક લોકોએ પ્રિયંકાના કમિટમેન્ટનાં વખાણ કરીને કહ્યું હતું કે માઇલો દૂર હોવા છતાં પ્રિયંકાએ પોતાના પતિ સાથે સુંદર રીતે જોડાણ જાળવી રાખ્યું છે. આ મૅચ માણતી વખતે પ્રિયંકાએ ઑફ-વાઇટ ફ્લોરલ શર્ટ ડ્રેસ પહેર્યો હતો, જેમાં કમર પર મૅચિંગ બેલ્ટ બાંધેલો હતો. તેણે ઑફ-વાઇટ હેડસ્કાર્ફ, સિલ્વર હૂપ ઇઅરરિંગ્સ અને મોટા સનગ્લાસિસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો અને રૉયલ બૉક્સના તેના અંદાજે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.