ઑસ્કર અવૉર્ડની રેસમાં ઊતરશે પુષ્પા 2: ધ રૂલ

13 December, 2024 08:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બેસ્ટ ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મની કૅટેગરીમાં પ્રાઇવેટ એન્ટ્રી નોંધાવશે, ભારત તરફથી આ કૅટેગરી માટે ‘લાપતા લેડીઝ’ સિલેક્ટ થઈ છે

‘પુષ્પા 2 : ધ રૂલ’એ જગતભરમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનું ગ્રૉસ બૉક્સ-ઑફિસ કલેક્શન કોઈ પણ ભારતીય ફિલ્મ કરતાં ઝડપથી, માત્ર ૬ દિવસમાં કર્યું એનું સેલિબ્રેશન ગઈ કાલે દિલ્હીમાં કરવામાં આવ્યું હતું જેમાં અલ્લુ અર્જુન સામેલ થયો હતો.

‘પુષ્પા 2 : ધ રૂલ’ બૉક્સ-ઑફિસ પર રોજેરોજ નવા રેકૉર્ડ બનાવી રહી છે ત્યારે એના નિર્માતાઓ આ ફિલ્મને ઑસ્કર અવૉર્ડ‍્સની સ્પર્ધામાં ઉતારવાનું વિચારી રહ્યા છે. ઑસ્કર અવૉર્ડ‍્સ માટે આમ તો બેસ્ટ ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મની કૅટેગરીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે ‘લાપતા લેડીઝ’ મોકલવામાં આવી છે, પણ ‘પુષ્પા 2’ના નિર્માતા પોતાની ફિલ્મને સ્વતંત્ર રીતે આ કૅટેગરીના અવૉર્ડની હરીફાઈમાં ઉતારવા માગે છે. એના માટે ‘પુષ્પા 2’ની ટીમ હૉલીવુડમાં આક્રમક અભિગમ અપનાવીને સ્પેશ્યલ સ્ક્રીનિંગ્સ રાખશે, મીડિયા-ઇવેન્ટ્સ ગોઠવશે અને ઇન્ફલુએન્સરો દ્વારા પ્રચાર કરશે. અલ્લુ અર્જુન અને ટીમ લૉસ ઍન્જલસ, ન્યુ યૉર્ક અને બૉસ્ટન જેવાં ૧૦ શહેરોમાં ફિલ્મના પ્રચાર માટે ફરી વળશે.

allu arjun oscars oscar award bollywood news bollywood gossips bollywood