06 November, 2026 12:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાઘવ જુયાલ
‘રામાયણ’ની રિલીઝ પછી યશે લંકાપતિ રાવણ અને રણબીર કપૂરે ભગવાન રામની ભૂમિકા ભજવીને દર્શકોની ભરપૂર પ્રશંસા મેળવી છે. જોકે ગઈ કાલે રિલીઝ થયેલી ફિલ્મમાં રાવણના દીકરા મેઘનાદનો રોલ કરી રહેલા રાઘવ જુયાલના લુક પરથી પડદો ઊંચકાયો છે અને તેના પર્ફેક્ટ લુકે બધાનું ધ્યાન ખેંચ્યું છે.
રાઘવ જુયાલ ‘રામાયણ’નો હિસ્સો છે એ વાત અગાઉ જ સામે આવી ચૂકી હતી. જોકે તે ફિલ્મના પ્રમોશનમાં જોવા મળ્યો નહોતો, પણ ‘રામાયણ’માં મેઘનાદના પાત્રમાં રાઘવની માત્ર એક જ ઝલક જોવા મળી છે. ફિલ્મના અંતમાં જટાયુ જ્યારે રાવણના પુત્ર મેઘનાદનો પરિચય કરાવે છે ત્યારે તેના ઉગ્ર સ્વભાવ અને પાત્રની ગંભીરતાને ખૂબ જ અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યાં છે.
‘રામાયણ’માં એક પણ સંવાદ બોલ્યા વગર રાઘવ જુયાલ પોતાના શાનદાર હાવભાવથી દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો છે, પણ દર્શકોએ મેઘનાદના પાત્રમાં રાઘવને જોવા માટે ૨૦૨૮ સુધી રાહ જોવી પડશે.