15 December, 2025 06:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
મુંબઈમાં થોડા દિવસ પહેલા એક કાર્યક્રમમાં, અભિનેત્રી અને રાજકારણી જયા બચ્ચને પાપારાઝી પર ભડક્યા હતા અને તેમનું અપમાન કર્યું હતું અને તેમના કપડાં વિશે પણ ખરાબ ટિપ્પણી કરી હતી. રવિવારે, રાખી સાવંત શહેરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, અને તે પોતાની સાથે બ્લૂ રંગનો ડ્રમ લઈ આવી હતી. તેણે પીઢ અભિનેત્રીને પાપારાઝી વિરુદ્ધ કંઈ પણ ન બોલવાની ચેતવણી આપી હતી. રેડ કાર્પેટ પર, રાખીએ કહ્યું, "જયા જી, મેરે પાપ્સ કો કુછ મત બોલો, વારના ઇસ ડ્રમ મેં આપકો લેકર ચલી જાઉંગી." જોકે રાખીના આ નિવેદનથી હવે આગામી સમયમાં કોઈ બીજી ટિપ્પણી કે ટીકા જોવા મળે તેવી શક્યતા છે.
બીજા વીડિયોમાં, પાપારાઝી સાથે વાત કરતી વખતે, રાખીએ કહ્યું, "હેલો, યે ડ્રમ મેં જયા બચ્ચન જી કે લિયે લાઈ હૂં. ઇઝમેં ઉનકો બીઠા દુંગી, અગર મેરે પૅપ્સ કો કુછ બોલા હૈ જયા જી ને. જયા જી પહેલે આપકે કપડે ઠીક કરલો, ફિર મેરે પૅપ્સ કો બોલના. આજ પૅપ્સ હૈ તો હમ હૈ. મુઝે મેરે પૅપ્સ પર ગર્વ છે, લવ યુ (હેલો, હું આ ડ્રમ જયા બચ્ચન માટે લાવી છું. જો તે મારા પૅપ્સને કંઈ કહેશે તો હું તેને આમાં મૂકીશ. જયા જી, પહેલા તમારા કપડાં વ્યવસ્થિત કરો, પછી મારા પૅપ્સને કહો. અમે પૅપ્સના કારણે જ અહીં છીએ. મને મારા પૅપ્સ પર ગર્વ છે, લવ યુ)."
થોડા દિવસો પહેલા, એક કાર્યક્રમમાં, પાપારાઝી વિશે વાત કરતી વખતે, પીઢ અભિનેત્રીએ કહ્યું હતું કે, "આ લોકો જે બહાર, ડ્રેઇન પાઇપ ગંદા પેન્ટ પહેરીને હાથમાં મોબાઇલ લઈને આવે છે, તેઓ વિચારે છે કે કારણ કે તેમની પાસે મોબાઇલ છે, તેઓ તમારો ફોટો લઈ શકે છે અને જે ઇચ્છે છે તે બોલી શકે છે. અને તેઓ જે પ્રકારની કમેન્ટ્સ પાસ કરે છે. આ લોકો કેવા પ્રકારના લોકો છે? ક્યાંથી આવે છે આ લોકો, કોઈ પ્રકારની શિસ્ત છે કે નહીં?, તેમનું શું બૅકગ્રાઉન્ડ છે?" સોશિયલ મીડિયા પર સૌથી વધુ નફરત કરનાર વ્યક્તિ તરીકે ઓળખાવા વિશે વાત કરતા, બચ્ચને કહ્યું, "મને કોઈ વાંધો નથી. મને કોઈ વાંધો નથી. તમે મારાથી નફરત કરો છો, તે તમારો અભિપ્રાય છે. તમે હકદાર છો. મારો મત એ છે કે હું તમને ખૂબ જ નાપસંદ કરું છું કારણ કે તમને લાગે છે કે તમે ઉંદર જેવા બની શકો છો અને મોબાઇલ કૅમેરા સાથે કોઈના ઘરમાં ઘૂસી શકો છો."