✕

ફિલ્મ જોઈને પ્રભાવિત થયેલા રામગોપાલ વર્માએ રણબીર કપૂર અને યશનાં કર્યાં વખાણ

12 November, 2026 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામાયણની ટીકા કરનાર શેરીના ભસતા કૂતરા જેવા: ફિલ્મ જોઈને પ્રભાવિત થયેલા રામગોપાલ વર્માએ રણબીર કપૂર અને યશનાં કર્યાં વખાણ

રામગોપાલ વર્મા

આ વર્ષની શરૂઆતમાં રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’નાં ભરપૂર વખાણ કરનારા ફિલ્મમેકર રામગોપાલ વર્મા હવે ‘રામાયણ’ના વખાણ કરતાં થાકતા નથી. રવિવારે આ ફિલ્મ જોયા બાદ તેમણે સોશ્યલ મીડિયા પર ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાનાં વખાણ કર્યાં હતાં. તેમણે નમિત મલ્હોત્રાને ‘બૉલીવુડને હૉલીવુડથી પણ આગળ લઈ જવા’ બદલ બિરદાવ્યા હતા. આ ઉપરાંત તેમણે યશ અને રણબીર કપૂરના અભિનયનાં પણ વખાણ કર્યાં હતાં અને ફિલ્મની ટીકા કરનારાઓને ‘ભસતા કૂતરા’ ગણાવ્યા હતા.

રામગોપાલ વર્માએ પોતાના રિવ્યુમાં લખ્યું હતું કે ‘રામાયણ કોઈ ભક્તિપ્રધાન ફિલ્મ નથી. એ પોતે જ ભક્તિની શક્તિ છે. આ ફિલ્મનો નાયક કોઈ એવો વાદળી રંગનો દેવ નથી જે વાર્તાની ઉપર હવામાં તરતો હોય. તે એવો માણસ છે જેણે દુનિયાનો અંત જોઈ લીધો છે અને છતાં પોતાની ઇચ્છાથી એ દુનિયામાં જ પ્રવેશવાનું પસંદ કરે છે. અહીં ઉદય કોઈ સામ્રાજ્યનો નથી, પણ એવા મનનો છે જે નબળાઈને પડકારે છે. ફિલ્મની દરેક ફ્રેમમાં એવી વ્યક્તિનું વજન છે જેણે જૂના નિયમોને બાળી નાખ્યા છે અને હવે માત્ર શક્તિના તર્કથી આગળ વધી રહી છે. ફિલ્મમાં હિંસા માત્ર દેખાડો નથી પણ એનાં પરિણામોની સ્પષ્ટતા છે. ફિલ્મ જોયા બાદ પ્રેક્ષક માત્ર એક વાર્તા જોઈને બહાર નથી નીકળતો એક અનુભવ જીવીને બહાર આવે છે. આટલી શાનદાર ફિલ્મ બનાવવામાં સહયોગ આપનારા તમામ મહાન લોકોને હું એટલું જ કહેવા માગું છું કે આ ફિલ્મની કોઈ પણ નકારાત્મક ટીકા કરનારાને તમે આ હાથી જેવા વિશાળ પ્રયાસની સામે શેરીના ભસતા કૂતરા સમજો. તમે સૌએ મળીને અદ્ભુત અને ચમત્કારિક કૃતિનું સર્જન કર્યું છે.’

ram gopal varma ramayan ranbir kapoor dhurandhar social media bollywood controversies bollywood news bollywood gossips bollywood film review bollywood movie review