✕

રાહાના જન્મ પછી રણબીર કપૂરને લાગે છે મૃત્યુનો ડર

08 November, 2026 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીકરીના જન્મ પછી પોતાના જીવનમાં આવેલાં પરિવર્તન વિશે વાત કરતાં રણબીરે કહ્યું હતું કે ‘પહેલી વખત દીકરી રાહાને ખોળામાં લેવાની પળ મારા જીવનની સૌથી ખાસ પળોમાંની એક હતી. એવું લાગ્યું હતું જાણે કોઈએ મારું હૃદય કાઢીને મારા હાથમાં મૂકી દીધું હોય.

રણબીર કપૂર

રણબીર કપૂર હાલમાં તેની ફિલ્મ ‘રામાયણ’ને લઈને ચર્ચામાં છે. આ દરમ્યાન તેનો એક જૂનો ઇન્ટરવ્યુ ફરી ચર્ચામાં આવ્યો છે, જેમાં તેણે પપ્પા બન્યા પછી જીવનમાં આવેલાં પરિવર્તન વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે પહેલાં તેને ક્યારેય મૃત્યુનો ડર લાગતો નહોતો અને મજાકમાં તે પોતાની ઉંમર ૭૧ વર્ષ નક્કી કરી ચૂક્યો હતો. જોકે દીકરી રાહાના જન્મ પછી મૃત્યુ અને પોતાના સ્વાસ્થ્યને લઈને તેનો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ ગયો.

દીકરીના જન્મ પછી પોતાના જીવનમાં આવેલાં પરિવર્તન વિશે વાત કરતાં રણબીરે કહ્યું હતું કે ‘પહેલી વખત દીકરી રાહાને ખોળામાં લેવાની પળ મારા જીવનની સૌથી ખાસ પળોમાંની એક હતી. એવું લાગ્યું હતું જાણે કોઈએ મારું હૃદય કાઢીને મારા હાથમાં મૂકી દીધું હોય. દીકરીના જન્મ પછી મને જીવનનાં પાછલાં ૪૦ વર્ષને એક અલગ દૃષ્ટિકોણથી જોવાની તક મળી. મને એવું લાગ્યું જાણે મારા જીવનનો નવો અધ્યાય શરૂ થયો હોય અને હું પહેલાં કરતાં સાવ અલગ વ્યક્તિ બની ગયો. મને પહેલાં ક્યારેય મૃત્યુનો ડર લાગ્યો નહોતો. હું ઘણી વાર કહેતો કે મારું મૃત્યુ ૭૧ વર્ષની ઉંમરે થશે, કારણ કે ૮ના આંકડા પ્રત્યે મને ખાસ લગાવ છે. જોકે પપ્પા બન્યા પછી બધું બદલાઈ ગયું છે. હવે મને લાગે છે કે ૭૧ વર્ષની ઉંમરે મૃત્યુ થવું બહુ વહેલું કહેવાય અને મારે મારી દીકરી સાથે કેટલાંક વર્ષ જીવવું છે. મને ૧૭ વર્ષની ઉંમરથી સિગારેટ પીવાની આદત હતી જે ધીમે-ધીમે મારા જીવનનો હિસ્સો બની ગઈ હતી. જોકે પપ્પા બન્યા પછી વધારે જીવવા માટે મેં આ આદત પણ છોડી દીધી છે.’

 

ranbir kapoor Raha Kapoor healthy living ramayan bollywood news bollywood gossips bollywood