✕

રણવીર સિંહે ખરીદી બે કરોડ રૂપિયાથી વધારે કિંમતની ઇલેક્ટ્રિક BMW i7

14 October, 2026 12:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણવીરને હાલમાં જ BMW ઇન્ડિયાએ પોતાનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવ્યો છે.

રણવીર સિંહ

રણવીર સિંહે પોતાની કારના કલેક્શનમાં વધુ એક મોંઘી કારનો ઉમેરો કર્યો છે. રણવીર સિંહે BMWની લક્ઝરી ઇલેક્ટ્રિક ‌સિડૅન BMW i7 ખરીદી છે, જેની કિંમત બે કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. ખાસ વાત એ છે કે રણવીર અને દીપિકા પાદુકોણ બીજી દીકરીનાં મમ્મી-પપ્પા બન્યા બાદ જીવનના નવા તબક્કાનો આનંદ માણી રહ્યાં છે ત્યારે અભિનેતાએ આ નવી કાર ખરીદી છે. કારની ડિલિવરી લેવા પહોંચેલો રણવીર બ્લૅક આઉટફિટમાં જોવા મળ્યો હતો. તેણે શોરૂમમાંથી જાતે કાર ચલાવીને બહાર કાઢી હતી અને મુંબઈના રસ્તાઓ પર ચલાવીને ઘરે પહોંચ્યો હતો. 
રણવીરની નવી કાર એની લક્ઝરી અને ઇલેક્ટ્રિક ટેક્નૉલૉજી માટે જાણીતી છે. અલગ-અલગ વેરિઅન્ટ અને ફીચર્સના આધારે આ કારની કિંમત બે કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. રણવીરને હાલમાં જ BMW ઇન્ડિયાએ પોતાનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવ્યો છે અને હવે BMW i7ના આગમનથી તેનું કાર-કલેક્શન વધુ ખાસ બની ગયું છે.

ranveer singh deepika padukone bmw bollywood news bollywood gossips bollywood