26 November, 2025 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જેનેલિયા દેશમુખ અને રિયાન
રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખના મોટા દીકરા રિયાનની ગઈ કાલે અગિયારમી વર્ષગાંઠ હતી. આ ખુશીના પ્રસંગે જેનેલિયાએ સોશ્યલ મીડિયા પર પોતાના પુત્ર સાથેની ત્રણ ખૂબસૂરત તસવીરો શૅર કરી હતી અને સાથે એક ભાવુક નોટ પણ લખી હતી.
જેનેલિયાએ પોસ્ટમાં લખ્યું હતું, ‘પ્રિય રિયાન, લાગે છે કાલે જ તારી પ્રથમ વર્ષગાંઠ હતી અને આજે અગિયારમી. તું મોટો થઈ રહ્યો છે, પોતાનો રસ્તો પોતે પસંદ કરી રહ્યો છે, મારા પર ઓછી ડિપેન્ડન્સી રાખે છે. જોકે મને સૌથી વધારે આનંદ ત્યારે થાય છે જ્યારે તું મને તારી દુનિયાનો ભાગ બનાવે છે. તું એક એવો દીકરો છે જેને હું ખૂબ પ્રેમ કરું છું, જે મને ‘આઈ’ કહે છે.’
પોતાની પોસ્ટમાં જેનેલિયા વધુમાં લખે છે, ‘હું હંમેશાં તારી સૌથી મોટી ચિયરલીડર રહીશ અને જરૂર પડે તો તારી કડક આલોચક પણ... પરંતુ સૌથી પહેલાં હું તારી મમ્મી રહીશ, જે ફક્ત એટલું જ ઇચ્છે છે કે તું તારી જિંદગીનું શ્રેષ્ઠ વર્ઝન બન. બાકી કોઈ વાત મહત્ત્વની નથી. હૅપી બર્થ-ડે માય બેબીબૉય.’