ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે રિતેશ દેશમુખ

17 August, 2021 09:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે હવે તમન્ના ભાટિયા સાથે નેટફ્લિક્સની ‘પ્લાન એ પ્લાન બી’માં જોવા મળશે

ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે રિતેશ દેશમુખ

રિતેશ દેશમુખ અને તમન્ના ભાટિયા હવે નેટફ્લિક્સની ‘પ્લાન એ પ્લાન બી’માં જોવા મળવાનાં છે. આ ફિલ્મને શશાંક ઘોષ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. રજત અરોરા દ્વારા લખવામાં આવેલી આ ફિલ્મમાં પૂનમ ઢિલ્લોં અને કુશા કપિલા પણ જોવા મળશે. આ વિશે રિતેશ દેશમુખે કહ્યું કે ‘મારી ‘પ્લાન એ પ્લાન બી’ દ્વારા હું ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છું અને એ ફિલ્મને લઈને મને ઘણી ખુશી છે. શશાંક સર સાથે કામ કરવાનો અનુભવ ખૂબ સારો રહ્યો હતો. આ ફિલ્મની સ્ટોરીલાઇન અદ્ભુત છે અને લવ-સ્ટોરીમાં જે વળાંક આવે છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે.’
ખૂબ જ સ્પેશ્લ ફિલ્મ માનતી તમન્નાએ કહ્યું હતું કે ‘શરૂઆતથી લઈને અંત સુધીની સ્ટોરી અને મારા પાત્રએ મારું દિલ જીતી લીધું હતું. મારું પાત્ર મૅચમેકર હોય છે અને એ લોકોને પ્રેમમાં પાડતું હોય છે, પરંતુ હું પ્રેમમાં પડવા નથી માગતી. આ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ ખૂબ સારો રહ્યો છે. દરેક દૃશ્યના શૂટ દરમ્યાન ખૂબ મજા કરી હતી.’

bollywood news bollywood bollywood gossips tamannaah bhatia riteish deshmukh