આવતી કાલથી આવી રહી છે સની સંસ્કારી કી તુલસી કુમારી અને કાંતારા : અ લેજન્ડ ચૅપ્ટર 1

26 November, 2025 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાંતારા : અ લેજન્ડ ચૅપ્ટર 1 હિન્દી ફિલ્મ ઍમેઝૉન પ્રાઇમ પર આવતી કાલથી સ્ટ્રીમ થશે. સની સંસ્કારી કી તુલસી કુમારી ફિલ્મ નેટફ્લિક્સ પર આવતી કાલથી સ્ટ્રીમ થશે. 

સની સંસ્કારી કી તુલસી કુમારી અને કાંતારા : અ લેજન્ડ ચૅપ્ટર 1 (હિન્દી)

સની સંસ્કારી કી તુલસી કુમારી

વરુણ ધવન અને જાહ્‍‍નવી કપૂરને લીડ રોલમાં ચમકાવતી આ રોમૅન્ટિક કૉમેડીમાં બે ભૂ્તપૂર્વ પ્રેમીઓ પોતપોતાના ઍક્સ-પાર્ટનરનાં થઈ રહેલાં લગ્નને બગાડવાનો પ્લાન બનાવે છે, પણ આ પ્રયાસ કરતી વખતે તેઓ એકબીજાના પ્રેમમાં પડી જાય છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર આવતી કાલથી સ્ટ્રીમ થશે. 

કાંતારા : અ લેજન્ડ ચૅપ્ટર 1 (હિન્દી)

રિષભ શેટ્ટીને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મ માયથોલૉજિકલ ઍક્શન ફિલ્મ છે. આ ફિલ્મ ૨૦૨૨માં રિલીઝ થયેલી ‘કાંતારા’ની પ્રીક્વલ છે. આ ફિલ્મ કડમ્બા વંશના સમયગાળામાં આકાર લે છે અને કાંતારા જંગલની રહસ્યમય લોકકથાઓ, દેવતાઓની પરંપરા અને આદિવાસીઓની લડતને ઊંડાણથી દર્શાવે છે. આ ફિલ્મ ઍમેઝૉન પ્રાઇમ પર આવતી કાલથી સ્ટ્રીમ થશે.

Rishabh Pant varun dhawan janhvi kapoor bollywood buzz bollywood news bollywood gossips bollywood