શક્તિ શાલિનીના સેટ પર અનીત પડ્ડા જોવા મળી સ્કૂલગર્લના લુકમાં

29 April, 2026 03:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનીતનો આ લુક સોશ્યલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યો છે.

શક્તિ શાલિનીના સેટ પર અનીત પડ્ડા જોવા મળી સ્કૂલગર્લના લુકમાં

અનીત પડ્ડાએ મોહિત સૂરિની ફિલ્મ ‘સૈયારા’થી સારીએવી લોકપ્રિયતા મેળવી હતી. આ ફિલ્મ પછી અનીત હવે ‘શક્તિ શાલિની’માં ડબલ રોલમાં જોવા મળશે. હાલમાં ‘શક્તિ શાલિની’નું  મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં શૂટિંગ ચાલી રહ્યું છે અને ફિલ્મના સેટ પરથી અનીતનો એક વિડિયો લીક થયો છે. આ વિડિયોમાં અનીત સ્કૂલગર્લના લુકમાં જોવા મળે છે અને તેણે લીલા રંગનો સ્કૂલ યુનિફૉર્મ પહેર્યો છે તેમ જ બે ચોટલા વાળ્યા છે. અનીતનો આ લુક સોશ્યલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યો છે.

aneet padda upcoming movie bollywood news bollywood buzz bollywood gossips bollywood