01 January, 2026 03:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમન્થા રુથ પ્રભુ માણી રહી છે લિસ્બનમાં હનીમૂન
હાલમાં સમન્થા રુથ પ્રભુ પતિ રાજ નિદિમોરુ સાથે પોર્ટુગલના સુંદર શહેર લિસ્બનમાં રજા માણી રહી છે. સમન્થાએ આ ટ્રિપની તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે. સમન્થા અને રાજે પહેલી ડિસેમ્બરે લગ્ન કર્યાં હતાં એટલે આ તેમની હનીમૂન-ટ્રિપ હોય એવું લાગી રહ્યું છે. સમન્થાએ તસવીર પોસ્ટ કરીને કૅપ્શન લખી છે, ‘ડિસેમ્બર મહિનો કેટલી સુંદર રીતે પસાર થયો.’