18 March, 2026 02:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
આલિયા ભટ્ટે ૧૫ માર્ચે પરિવાર સાથે હૉન્ગકૉન્ગમાં પોતાનો જન્મદિવસ ઊજવ્યો હતો. ગઈ કાલે સવારે તે પતિ રણબીર કપૂર સાથે મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળી હતી. ઍરપોર્ટ પર આલિયા અને રણબીરને જોઈને ફોટોગ્રાફર્સ ફોટો ક્લિક કરવા માટે દોડી આવ્યા હતા.
આ સમયે ફોટોગ્રાફર્સને જોઈને રણબીર કપૂરે મજાક કરતાં સવાલ કર્યો કે ‘કેક નથી લાવ્યા? કેક ક્યાં છે?’ અને રણબીરનો આ સવાલ સાંભળીને બધાના ચહેરા પર સ્માઇલ આવી ગયું હતું.