ઇન્ડસ્ટ્રીમાં ૩૦ વર્ષ પૂરાં કરનાર શાહરુખે શૅર કર્યો ‘પઠાન’નો લુક

26 June, 2022 05:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખ ખાને ઇન્ડસ્ટ્રીમાં ગઈ કાલે ૩૦ વર્ષ પૂરાં કરતાં તેની આગામી ફિલ્મ ‘પઠાન’નો લુક શૅર કર્યો છે.

ઇન્ડસ્ટ્રીમાં ૩૦ વર્ષ પૂરાં કરનાર શાહરુખે શૅર કર્યો ‘પઠાન’નો લુક

શાહરુખ ખાને ઇન્ડસ્ટ્રીમાં ગઈ કાલે ૩૦ વર્ષ પૂરાં કરતાં તેની આગામી ફિલ્મ ‘પઠાન’નો લુક શૅર કર્યો છે. ૧૯૯૨ની પચીસમી જૂને આવેલી ‘દીવાના’ દ્વારા શાહરુખે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. એ ફિલ્મમાં તેની સાથે રિશી કપૂર અને દિવ્યા ભારતી લીડ રોલમાં હતાં. અગાઉ તે અનેક ટીવી-સિરિયલમાં જોવા મળ્યો હતો. ‘દીવાના’ બાદ શાહરુખ અનેક ફિલ્મોમાં દેખાયો અને તે ‘કિંગ ઑફ રોમૅન્સ’ તરીકે ઓળખાયો. 
૨૦૧૮માં આવેલી તેની ‘ઝીરો’ બાદ તે ફિલ્મોમાંથી ગાયબ જ હતો. ‘પઠાન’માં દીપિકા પાદુકોણ અને જૉન એબ્રાહમ પણ લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મ આવતા વર્ષે પચીસમી જાન્યુઆરીએ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે અને ​સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. પોતાનો લુક ટ્વિટર પર શૅર કરીને શાહરુખે ટ્વીટ કર્યું હતું, ‘ઇન્ડસ્ટ્રીમાં ૩૦ વર્ષ પૂરાં થયાં છે અને હજી પણ આગળ વધવાનું છે, કેમ કે તમારી સ્માઇલ અને પ્રેમ અનંત છે. ‘પઠાન’ સાથે એને હજી આગળ વધારીએ છીએ. ૨૦૨૩ની પચીસમી જાન્યુઆરીએ મળીશું. ‘પઠાન’ને યશરાજ ફિલ્મ્સ સાથે મોટી સ્ક્રીન પર સેલિબ્રેટ કરીએ. આવતા વર્ષે હિન્દી, તામિલ અને તેલુગુમાં ‘પઠાન’ રિલીઝ થશે.’

bollywood news Shah Rukh Khan