‘હૅપી બર્થડે મમ્મીજી’ લઈને આવી શેફાલી શાહ

17 July, 2021 03:48 PM IST  |  Mumbai | Harsh Desai

ડિરેક્ટર તરીકેની બીજી શૉર્ટ ફિલ્મને ૨૩ જુલાઈએ રિલીઝ કરશે

‘હૅપી બર્થડે મમ્મીજી’ લઈને આવી શેફાલી શાહ

શેફાલી શાહ હવે ‘હૅપી બર્થડે મમ્મીજી’ લઈને આવી રહી છે, જેને ૨૩ જુલાઈએ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું પોસ્ટર તે આજે શૅર કરી રહી છે. આ ફિલ્મ તેણે લખી હોવાની સાથે તેણે ડિરેક્ટ પણ કરી છે. સનશાઇન પિક્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ ફિલ્મને પ્રોડ્યુસ કરવામાં આવી છે. ‘હૅપી બર્થડે મમ્મીજી’ એક શૉર્ટ ફિલ્મ છે જેમાં હજારો મહિલાઓ જે પરિસ્થિતિમાંથી પસાર થાય છે એની વાત કરવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં કરવામાં આવ્યું હતું. ‘સમડે’ બાદ તેની આ બીજી ફિલ્મ છે જેને તેણે ડિરેક્ટ કરી છે. પોસ્ટર શૅર કરવા વિશે શેફાલીએ કહ્યું હતું કે ‘આ સ્ટોરી આપણામાંથી ઘણા લોકોની સ્ટોરી છે જેમને તેમના સંબંધો, પરિવાર અથવા તો ઘરથી ઓળખવામાં આવે છે. આ એક એવો વિકલ્પ છે જેને આપણે ખુશીથી પસંદ કર્યો હોય છે. જોકે ક્યારેક ને ક્યારેક આપણે બધાએ એ મહેસૂસ કર્યું હોય છે કે તમામ જવાબદારીઓને છોડી દેવાની જરૂર છે. કોવિડને કારણે થયેલા લૉકડાઉનને કારણે આપણા ચહેરા પર અલગ થવાની ઘણી ભાવના પેદા કરી દીધી છે. જોકે એના પર એક અલગ વિચારધારા હોય તો શું થાય એના પર સ્ટોરી છે.’

shefali shah harsh desai bollywood news bollywood bollywood gossips