03 November, 2026 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસ માટે બહુ જાગૃત છે અને નિયમિત રીતે યોગની પ્રેક્ટિસ કરે છે. હાલમાં તેણે સોશ્યલ મીડિયામાં ‘અકર્ણ ધનુરાસન’નો પોઝ કરીને બતાવ્યો હતો જેને જોઈને સોશ્યલ મીડિયા પર લોકો આ શિલ્પા શેટ્ટી છે કે રબરની ઢીંગલી એવો સવાલ કરી રહ્યા છે.
‘અકર્ણ ધનુરાસન’ નામ સંસ્કૃતના ‘કર્ણ’ એટલે કે કાન અને ‘ધનુર’ એટલે કે ધનુષ્ય પરથી આવ્યું છે. આ આસનના પરંપરાગત સ્વરૂપમાં યોગ કરનાર વ્યક્તિ ધનુષ્યની પણછને કાન સુધી ખેંચતાં તીરંદાજ જેવી મુદ્રા બનાવે છે. જોકે શિલ્પાએ આ આસનનું અલગ સ્વરૂપ રજૂ કર્યું છે. એમાં તે એક પગને શરીરની આરપાર ઊંચો કરે છે અને સામેના હાથને માથા ઉપર લઈ જાય છે. આ રીતે શરીરના વિવિધ ભાગોમાં ઊંડું ખેંચાણ અનુભવાય છે.