13 October, 2026 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિઆરાએ શૅર કરેલી તસવીરો
કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ હાલમાં જાહેરાત કરી હતી કે તેઓ બીજી વખત મમ્મી-પપ્પા બનવાનાં છે. બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કર્યાના થોડા દિવસો બાદ સિદ્ધાર્થ અને કિઆરા દીકરી સરાયાહ સાથે ફૅમિલી-વેકેશન ગાળવા ઊપડી ગયાં છે અને કિઆરાએ આ વેકેશનની સુંદર તસવીરો શૅર કરી છે જેમાં તેઓ બીચ પર પોઝ આપતાં, સ્વિમિંગ પૂલમાં આરામથી સમય પસાર કરતાં અને રસ્તાઓ પર સામાન્ય લોકોની જેમ ફરતાં જોવાં મળ્યાં હતાં. કિઆરાએ પરિવાર સાથે વિતાવેલી આ ખાસ પળોની ઝલક ચાહકો સાથે શૅર કરી હતી.