10 May, 2025 06:24 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સોનાક્ષી સિંહા (તસવીર: મિડ-ડે)
સોનાક્ષી સિંહા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની પ્રાઈવેટ અને પ્રોફેશનલ લઈને તેમજ દેશ-વિદેશ સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર તે ચાહકો સાથે પોતાના મંતવ્યો શૅર કરતી જોવા મળે છે. આજકાલ અભિનેત્રી ભારત-પાકિસ્તાન તણાવ અંગે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહી છે. અભિનેત્રી સોનાક્ષીએ (Sonakshi Sinha on India Pakistan War) ગઈ કાલે, `ઑપરેશન સિંદૂર` સંબંધિત એક પોસ્ટ પોસ્ટ કરી હતી, જેમાં તેણે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાની તસવીર પોસ્ટ કરી હતી. આ પોસ્ટ શૅર કરતી વખતે, તેણે કૅપ્શનમાં લખ્યું કે આ અત્યંત પ્રભાવશાળી ફોટામાં હાજર સંદેશ એક રાષ્ટ્ર તરીકે આપણે કોણ છીએ તે સંપૂર્ણ રીતે દર્શાવે છે. આ સાથે અભિનેત્રીએ વધુ એક પોસ્ટ શૅર કર્યો હતો.
બીજી એક તસવીર સોનાક્ષી સિંહાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે. આ પોસ્ટમાં, તેણીએ લખ્યું, "આપણા સશસ્ત્ર દળો માટે પ્રાર્થના. ભારત માટે પ્રાર્થના. આ સમયે દરેક ચિંતિત ભારતીય માટે પ્રાર્થના. જે નિર્દોષ લોકો સાથે અન્યાય થયો છે અથવા અન્યાય થતો રહેશે તેમના માટે પ્રાર્થના. યુદ્ધના આ સમયમાં શાંતિ માટે પ્રાર્થના, જય હિંદ."
સોનાક્ષી સિંહાએ તેના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ (Sonakshi Sinha on India Pakistan War) પર બીજી સ્ટોરી પોસ્ટ કરી છે. સોનાક્ષી સિંહાએ આ સ્ટોરીમાં ભારતીય ન્યૂઝ ચૅનલોને મજાક ગણાવી છે. તેણે લોકોને અપીલ કરી છે કે તેઓ સમાચારના નામે કચરો ન જુએ. સંરક્ષણ મંત્રાલયે તેના સત્તાવાર X હેન્ડલ દ્વારા, તમામ મીડિયા ચૅનલો, ડિજિટલ પ્લેટફોર્મ અને લોકોને સંરક્ષણ કામગીરીનું લાઇવ રિપોર્ટિંગ ટાળવા અને સુરક્ષા દળો વિશે લાઇવ રિપોર્ટિંગ ન કરવાની સલાહ આપી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે આવી સંવેદનશીલ માહિતી સુરક્ષા દળોના ઑપરેશન અને તેમના જીવનને જોખમમાં મૂકી શકે છે. સોનાક્ષી સિંહાએ સંરક્ષણ મંત્રાલયની આ પોસ્ટ શૅર કરી છે અને ન્યૂઝ ચૅનલો પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
સોનાક્ષી સિંહાએ પોસ્ટમાં લખ્યું- "આપણી ન્યૂઝ ચૅનલો મજાક છે. હું વધારી ચઢાવીને બતાવવામાં આવતા દ્રશ્યો અને સાઉન્ડ અફેક્ટ્સથી કંટાળી ગઈ છું. તમે બધા શું કરી રહ્યા છો? તમારું કામ કરો, હકીકતોને જેમ છે તેમ રિપોર્ટ કરો. યુદ્ધને સનસનાટીભર્યા બનાવવાનું અને જેઓ પહેલાથી જ ચિંતિત છે તેમનામાં ગભરાટ ફેલાવવાનું બંધ કરો. તમે સામાન્ય લોકો તમારા માટે એક વિશ્વસનીય સમાચાર સ્ત્રોત શોધો અને તેના પર આધાર રાખો... સમાચારના (Sonakshi Sinha on India Pakistan War) નામે આ કચરો જોવાનું બંધ કરો."