25 January, 2026 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૌરવ ગાંગુલી
લાંબા સમયથી અટવાઈ રહેલી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીની બાયોપિકને લઈને હવે નવી અપડેટ આવી છે. તાજેતરમાં ફિલ્મમેકર લવ રંજને આ પ્રોજેક્ટ અંગે ખુલાસો કરતા જણાવ્યું છે કે તે આ બાયોપિકને લઈને સંપૂર્ણ રીતે ગંભીર છે અને એનું શૂટિંગ બહુ જલદી શરૂ કરવામાં આવશે.
એક ઇન્ટરવ્યુ દરમ્યાન લવ રંજને કહ્યું હતું કે ‘અમે અજય દેવગન સાથેની એક ઍક્શન ફિલ્મ તાજેતરમાં પૂર્ણ કરી છે, જે આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થવાની છે. આ પછી અમે બહુ જલદી માર્ચ મહિનાની આસપાસ સૌરવ ગાંગુલીની બાયોપિકનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છીએ.’
સૌરવ ગાંગુલીની આ બાયોપિકમાં રાજકુમાર રાવ લીડ રોલ કરી રહ્યો છે અને તેણે આ ફિલ્મ માટે સૌરવ ગાંગુલીની જેમ ડાબા હાથથી બૅટિંગ કરવાની પ્રૅક્ટિસ કરવાની શરૂઆત કરી દીધી છે.