ઍમેઝૉન પ્રાઇમ વિડિયો સાથે ચાર ફિલ્મોની ડીલ કરી સૂર્યાએ

06 August, 2021 03:41 PM IST  |  Mumbai | Agency

ફિલ્મ અને આ પાર્ટનરશિપ વિશે સૂર્યાએ કહ્યું હતું કે ‘આ પાર્ટનરશિપ અમે 2D એન્ટરટેઇનમેન્ટની ‘સૂરારાઈ પોટ્ટરુ’ અને ‘પોનમંગલ વંધાલ’ને લોકોએ આપેલા પ્રેમને કારણે કરી છે.’

ઍમેઝૉન પ્રાઇમ વિડિયો સાથે ચાર ફિલ્મોની ડીલ કરી સૂર્યાએ

તામિલ સિનેમાના સુપરસ્ટાર સૂર્યાએ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો સાથે મળીને ચાર ફિલ્મોની ડીલ સાઇન કરી છે. આ ચારેચાર ફિલ્મો ઍમેઝૉન પર રિલીઝ થશે. સપ્ટેમ્બરથી આ ફિલ્મો સ્ટ્રીમ થવાની છે. આ અગાઉ પણ તેણે પોતાના પ્રોડક્શન-હાઉસ 2D એન્ટરટેઇનમેન્ટ હેઠળ ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી. હવે આ ચાર ફિલ્મોને પણ તે ઍમેઝૉન સાથે મળીને પ્રોડ્યુસ કરવાનો છે. તે ચાર ફિલ્મો ‘જય ભીમ’, ‘રામે રાવને’, ‘ઓહ માય ગૉડ’ અને ‘ઉડનપિરપ્પે’ બનાવવાનો છે. ફિલ્મ અને આ પાર્ટનરશિપ વિશે સૂર્યાએ કહ્યું હતું કે ‘આ પાર્ટનરશિપ અમે 2D એન્ટરટેઇનમેન્ટની ‘સૂરારાઈ પોટ્ટરુ’ અને ‘પોનમંગલ વંધાલ’ને લોકોએ આપેલા પ્રેમને કારણે કરી છે.’

bollywood news bollywood bollywood gossips amazon prime