તાલ 2માં અહાન પાંડે અને અનીત પડ્ડા?

26 April, 2026 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૯૯માં આવેલી ફિલ્મ ‘તાલ’ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી અને એમાં ઐશ્વર્યા રાય, અક્ષય ખન્ના અને અનિલ કપૂર લીડ રોલમાં જોવા મળ્યાં હતાં.

અહાન પાંડે અને અનીત પડ્ડા

જાણીતા ફિલ્મમેકર સુભાષ ઘઈએ તાજેતરમાં વાતવાતમાં ઇશારો આપ્યો હતો કે તેઓ ૧૯૯૯માં આવેલી ફિલ્મ તેમની ફિલ્મ ‘તાલ’ની સીક્વલ બનાવવાની તૈયારીમાં છે. ૧૯૯૯માં આવેલી ફિલ્મ ‘તાલ’ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી અને એમાં ઐશ્વર્યા રાય, અક્ષય ખન્ના અને અનિલ કપૂર લીડ રોલમાં જોવા મળ્યાં હતાં. હવે સુભાષ ઘઈએ ‘તાલ 2’ અંગે ખુલાસો કરતાં કહ્યું છે કે ‘તાલ 2’ની સ્ક્રિપ્ટ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. ‘તાલ 2’ના કલાકારો વિશે વાત કરતાં સુભાષ ઘઈએ કહ્યું હતું કે ‘તાલ 2’ માટે તેઓ નવા ચહેરાઓને તક આપવા માગે છે જેથી ફિલ્મમાં તાજગી અને નવી ઓળખ ઊભી થઈ શકે. થોડા સમય પહેલાં સુભાષ ઘઈએ અહાન પાંડે અને અનીત પડ્ડાની કેમિસ્ટ્રી અને ઍક્ટિંગનાં બહુ વખાણ કર્યાં હતાં જેના કારણે ચર્ચા છે કે તેઓ ‘તાલ 2’માં અહાન અને અનીતને સાઇન કરી શકે છે. 

aneet padda ahaan panday subhash ghai taal bollywood buzz bollywood news bollywood gossips bollywood