25 January, 2026 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તમન્ના ભાટિયા
તમન્ના ભાટિયાએ પોતાની જ્વેલરી બ્રૅન્ડ ‘તમન્ના ફાઇન જ્વેલરી’ લૉન્ચ કરી છે. આ જ્વેલરીની ડિઝાઇન રોજિંદા જીવનમાં સરળતાથી પહેરી શકાય એવી ડિઝાઇન પર ભાર મૂકે છે. આ જ્વેલરી એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે સામાન્ય રૂટીન દિવસોથી માંડીને સ્પેશ્યલ આઉટિંગ દરમ્યાન પણ સહેલાઈથી મિક્સ ઍન્ડ મૅચ કરીને પહેરી શકાય છે. આ કલેક્શનમાં જ્વેલરીનો ન્યુટ્રલ ટોન રાખવામાં આવ્યો છે જેથી એ વિવિધ કપડાં, મૂડ અને મોમેન્ટ્સ સાથે સરળતાથી સ્ટાઇલ કરી શકાય.