`The Pride of Bharat: Chhatrapati Shivaji Maharaj` થકી શિવાજીને રિષભ શેટ્ટી અને સંદીપ સિંહે આપી શ્રદ્ધાંજલિ

20 February, 2025 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

The Pride of Bharat: Chhatrapati Shivaji Maharaj: નિર્માતાઓએ ફિલ્મના જબરદસ્ત, આકર્ષક પોસ્ટર થકી મરાઠા સામ્રાજ્યના સ્વપ્નદ્રષ્ટા નેતાને યોગ્ય શ્રદ્ધાંજલિ આપી છે

રીલીઝ થયેલું પોસ્ટર

આજે છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિ છે ત્યારે સંદીપ સિંહ અને ઋષભ શેટ્ટીએ `ધ પ્રાઇડ ઓફ ભારતઃ છત્રપતિ શિવાજી મહારાજ` (The Pride of Bharat: Chhatrapati Shivaji Maharaj) થકી તેઓને સાચી શ્રદ્ધાંજલિ આપી છે.

આજે જ્યારે સમગ્ર દેશ છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિની ઉજવીઓ રહ્યો છે ત્યારે `ધ પ્રાઇડ ઓફ ભારતઃ છત્રપતિ શિવાજી મહારાજ` ના નિર્માતાઓએ જબરદસ્ત પોસ્ટરનું અનાવરણ કર્યું છે. આ પોસ્ટરમાં આપણા મહાન યોદ્ધા તેમ જ રાજા શિવાજીની શક્તિ, ભક્તિ અને બહાદુરી છલકાય છે. 

ઊર્જા અને ઐતિહાસિકતાનાં રંગોથી ભરપૂર આ આકર્ષક પોસ્ટરે મરાઠા સામ્રાજ્યના સ્વપ્નદ્રષ્ટા નેતાને યોગ્ય શ્રદ્ધાંજલિ આપી છે અને તે થકી પ્રેક્ષકો અને વિવેચકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. છત્રપતિ શિવાજી મહારાજ (The Pride of Bharat: Chhatrapati Shivaji Maharaj) માત્ર એક યોદ્ધા જ નહોતા, પણ તેઓ એક દૂરદર્શી નેતા હતા જેમણે ધર્મ અને સ્વરાજ્યની નિર્ભીક સાધના સાથે ઇતિહાસ સર્જ્યો. આજે તેમની જન્મજયંતિ નિમિત્તે તેઓની બહાદુરી, વ્યૂહાત્મક પ્રતિભા અને ભારતના વારસા પર તેમની સ્થાયી અસરને યાદ કરવાનો અદભૂત અવસર છે. ત્યારે ઋષભ શેટ્ટીએ શેર કરતાં જણાવ્યું હતું કે, "છત્રપતિ શિવાજી મહારાજની પવિત્ર જન્મજયંતિ પર મારું હૃદય સન્માન અને જવાબદારીથી ભરાઈ ગયું છે. તેઓ માત્ર એક યોદ્ધા નહોતા પરંતુ સ્વરાજ્યના આત્મા હતા. હિંમત, ડહાપણ અને ભક્તિની દીવાદાંડી! પડદા પર તેમની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવાની આખી યાત્રાએ મને નમ્ર બનાવ્યો છે. હું તેમના આ વારસાને ન્યાય આપી શક્યો છું અને દરેક ભારતીયને તેમની અમર વીરતાની આગનો અહેસાસ કરાવી શક્યો છું, એવી આશા છે. 

આ શુભ દિવસે ફિલ્મના સેકન્ડ લુકના અનાવરણના વિશે નિર્દેશક સંદીપ સિંહે જણાવ્યું કે, "છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ અપાર ગૌરવ અને ચિંતનની ક્ષણ છે. આ ફિલ્મ (The Pride of Bharat: Chhatrapati Shivaji Maharaj) તેમની અદમ્ય ભાવના માટે અમારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ છે, જે ભારતના ભાગ્યને સાકારનાર યોદ્ધાને માટે સિનેમેટિક શ્રદ્ધાંજલિ છે. અમારું લક્ષ્ય એ જ છે કે તેમની યાત્રાને શક્ય થાય તેટલી ભવ્ય રીતે જીવંત કરી શકીએ."

રાષ્ટ્રીય અને અકાદમી પુરસ્કાર વિજેતા ટેકનિશિયનની ઉત્કૃષ્ટ ટીમ સાથેની આ ફિલ્મ ઐતિહાસિક વાર્તા કહેવાના ક્ષેત્રમાં નવા માપદંડો સ્થાપિત કરવાનું વચન આપે છે. જેમાં પટકથા લેખન કર્યું છે સિદ્ધાર્થ-ગરિમાએ, સંગીત છે પ્રીતમનું, ગીતો છે પ્રસૂન જોશીનાં, સિનેમેટોગ્રાફી છે રવિ વર્મનની, સાઉન્ડ ડિઝાઇનમાં મદદ કરી છે રેસુલ પુકુટ્ટીએ, સ્ટંટ કોરિયોગ્રાફી કરી છે ક્રેગ મેકરેએ, સેટ ડિઝાઇન નીતિન ઝિહાની ચૌધરી, સંપાદન ફિલોમિન રાજ, કોસ્ચ્યુમ અને એસ્થેટિક્સ એશ્લે રેબેલો અને અજય કુમાર, મેકઅપ અને પ્રોસ્થેટિક્સ રોનેક્સ ઝેવિયર, નૃત્ય નિર્દેશન કર્યું છે ગણેશ હેગડેએ, કાસ્ટિંગ છે મુકેશ છાબરાનું, રિસર્ચ અને મૂળ વાર્તા છે અભિજીત ભાલેરાવની , એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર્સ છે જુહી પારેખ મહેતા અને વિશાલ ગુરનાની. 

આમ, છત્રપતિ શિવાજી મહારાજ (The Pride of Bharat: Chhatrapati Shivaji Maharaj)નો ભવ્ય વારસો દેશના દરેક ખૂણે પહોંચાડવા 21 જાન્યુઆરી, 2027ના રોજ આ ભવ્ય સિનેમેટિક ફિલ્મ રજૂ થશે.

shivaji maharaj upcoming movie bollywood buzz bollywood news bollywood gossips bollywood