OTT જંક્શન

02 May, 2026 08:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ધ કેરલા સ્ટોરી 2 : ગોઝ બિયૉન્ડ’ ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ રહી છે.

અનદેખી : ધ ફાઇનલ બૅટલ અને ધ કેરલા સ્ટોરી 2 : ગોઝ બિયૉન્ડ

ધ કેરલા સ્ટોરી 2 : ગોઝ બિયૉન્ડ

‘ધ કેરલા સ્ટોરી 2 : ગોઝ બિયૉન્ડ’ ૨૦૨૩માં આવેલી બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ની સીક્વલ છે. આ ફિલ્મમાં ત્રણ યુવતીઓની વાર્તા છે. ફિલ્મમાં આ પાત્રો ઉલ્કા ગુપ્તા, ઐશ્વર્યા ઓઝા અને અદિતિ ભાટિયાએ ભજવ્યાં છે. આ ફિલ્મ હિન્દુ યુવતીઓના જબરદસ્તી થતા ધર્મપરિવર્તન જેવા મુદ્દા પર આધારિત છે અને થિયેટરમાં રિલીઝ વખતે એની વાર્તાને કારણે વિવાદ પણ સર્જાયો હતો. ‘ધ કેરલા સ્ટોરી 2 : ગોઝ બિયૉન્ડ’ ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ રહી છે. 

અનદેખી : ધ ફાઇનલ બૅટલ

પૉપ્યુલર વેબ-સિરીઝ ‘અનદેખી : ધ ફાઇનલ બૅટલ’ હવે એના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. આ છેલ્લી સીઝનમાં પરિવારની અંદરની લડાઈ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. આ સીઝનમાં પરિવારના સામ્રાજ્ય પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરવા માગતા હર્ષ છાયા પર વાર્તા કેન્દ્રિત થયેલી છે. ‘અનદેખી : ધ ફાઇનલ બૅટલ’ સોનીલિવ પર સ્ટ્રીમ થઈ રહી છે. 

the kerala story bollywood buzz bollywood news bollywood gossips bollywood web series