✕

ભાભીજી, મહેમાનગતિ માટે તમારો આભાર

01 November, 2026 11:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરુણ હાલમાં સિદ્ધાર્થ અને કિઆરા અડવાણીના ઘરે તેમને મળવા પહોંચ્યો હતો. આ મુલાકાતની તસવીર શૅર કરતાં વરુણે હળવાશથી લખ્યું હતું કે ‘હરીફાઈનો માહોલ ચોક્કસ હતો, પણ મારા ભાઈ સાથે ક્યારેય દુશ્મનાવટ નહોતી. ભાભીજી, મહેમાનગતિ માટે તમારો આભાર.

સ્ટુડન્ટ ઑફ ધ યરના સહકલાકારો વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાનું વર્ષો બાદ મિલન

વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ૨૦૧૨માં ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી બૉલીવુડમાં એન્ટ્રી લીધી હતી. આ પછી તેમની પ્રોફેશનલ અને અંગત જિંદગીમાં ઘણાં પરિવર્તનો આવ્યાં છે. વર્ષો દરમ્યાન બન્નેની કારકિર્દીએ અલગ-અલગ માર્ગ અપનાવ્યા હોવા છતાં તેમની વચ્ચેનો સૌહાર્દપૂર્ણ સંબંધ આજે પણ અકબંધ છે. વરુણ હાલમાં સિદ્ધાર્થ અને કિઆરા અડવાણીના ઘરે તેમને મળવા પહોંચ્યો હતો. આ મુલાકાતની તસવીર શૅર કરતાં વરુણે હળવાશથી લખ્યું હતું કે ‘હરીફાઈનો માહોલ ચોક્કસ હતો, પણ મારા ભાઈ સાથે ક્યારેય દુશ્મનાવટ નહોતી. ભાભીજી, મહેમાનગતિ માટે તમારો આભાર.’

varun dhawan kiara advani sidharth malhotra student of the year instagram social media bollywood buzz bollywood news bollywood gossips bollywood