‘જુગ જુગ જીયો’નું શૂટિંગ શરૂ કર્યું વરુણે

11 August, 2021 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં અનિલ કપૂર અને નીતુ કપૂર પણ છે. વરુણ ધવને પોતાનો ફોટો શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘હું ‘જુગ જુગ જીયો’ની દુનિયામાં ફરી પગ મૂકું એ પહેલાંની નર્વસ મોમેન્ટ.’

વરુણ ધવન

વરુણ ધવને હવે ‘જુગ જુગ જીયો’નું શૂટિંગ શરૂ કર્યું છે. ચંડીગઢમાં આ ફિલ્મનું શેડ્યુલ પૂરું થયાના આઠ મહિના બાદ એનું શૂટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું છે. કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મને રાજ મેહતા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં અનિલ કપૂર અને નીતુ કપૂર પણ છે. વરુણ ધવને પોતાનો ફોટો શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘હું ‘જુગ જુગ જીયો’ની દુનિયામાં ફરી પગ મૂકું એ પહેલાંની નર્વસ મોમેન્ટ.’

bollywood news bollywood bollywood gossips varun dhawan