‘કમાન્ડો’ સ્ટાર વિદ્યુત જામવાલે ફેશન ડિઝાઇનર નંદિતા મહતાની સાથે સગાઈ કરી

13 September, 2021 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નેહા ધૂપિયાએ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં કપલને અભિનંદન આપતું કેપ્શન આપ્યું હતું “અત્યાર સુધીના શ્રેષ્ઠ સમાચાર... અભિનંદન વિદ્યુત જામવાલ અને નંદિતા મહતાની” અને બંનેને ટેગ કર્યા હતા.

વિદ્યુત જામવાલ; ફોટો/ પીઆર

`કમાન્ડો` અભિનેતા વિદ્યુત જામવાલે આજે ટ્વિટર પર ફેશન ડિઝાઇનર નંદિતા મહતાની સાથે પોતાની સગાઈની જાહેરાત કરી છે. ગયા અઠવાડિયે બંનેની તસવીરો વાયરલ થઈ હતી અને સગાઈને લઈને ચકચાર મચી ગઈ હતી.

નેહા ધૂપિયાએ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં કપલને અભિનંદન આપતું કેપ્શન આપ્યું હતું “અત્યાર સુધીના શ્રેષ્ઠ સમાચાર... અભિનંદન વિદ્યુત જામવાલ અને નંદિતા મહતાની” અને બંનેને ટેગ કર્યા હતા.

અભિનેતાએ આજે સોશિયલ મીડિયા પર આ સમાચારની પુષ્ટિ કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે “કમાન્ડોની જેમ કર્યું છે 01/09/21” અભિનેતાએ બે તસવીરો પોસ્ટ કરી, એક તજમહેલમાં નંદિતા અને સાથે અને બીજી સાહસિક રમતોમાં આ જોડી ભાગ લે છે.

વિદ્યુતે તાજેતરમાં જ તેના પ્રોડક્શન હાઉસ એક્શન હીરો ફિલ્મ્સ હેઠળ નવી ફિલ્મ ‘IB 71’ ની જાહેરાત કરી હતી જેનું નિર્દેશન સંકલ્પ રેડ્ડી કરશે. તે હાલમાં `ખુદા હાફિઝ: ચેપ્ટર II`નું શૂટિંગ પણ કરી રહ્યો છે.

bollywood news