ઈદની શુભેચ્છા આપવા આવેલા રાજ ઠાકરેને વળાવવા માટે ખુલ્લા પગે ઘરની બહાર આવી ગયો આમિર ખાન

22 March, 2026 10:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સફેદ કુરતા-પાયજામામાં આમિરનો આ સાદગીભર્યો અંદાજ તેના ફૅન્સને ખૂબ જ ગમ્યો છે.

ઈદની શુભેચ્છા આપવા આવેલા રાજ ઠાકરેને વળાવવા માટે ખુલ્લા પગે ઘરની બહાર આવી ગયો આમિર ખાન

ગઈ કાલે ઈદના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ  પ્રસંગે આમિર ખાનના ઘરે ખુશીની રોનક જોવા મળી હતી. ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે અનેક ફિલ્મી હસ્તીઓ અને ખાસ મહેમાનો આમિરના નિવાસસ્થાને પહોંચ્યાં હતાં. આ દરમ્યાન રાજ ઠાકરે પણ પોતાના પરિવાર સાથે આમિરને ઈદની શુભેચ્છા પાઠવવા તેના ઘરે ગયા હતા. રાજ ઠાકરે અને આમિરનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં રાજ ઠાકરે અને આમિર એકબીજાને ગળે મળીને શુભેચ્છા આપતા જોવા મળે છે. આ સિવાય રાજ ઠાકરે જ્યારે વિદાય લે છે ત્યારે આમિર તેને વળાવવા ખુલ્લા પગે ઘરની બહાર સુધી આવે છે. સફેદ કુરતા-પાયજામામાં આમિરનો આ સાદગીભર્યો અંદાજ તેના ફૅન્સને ખૂબ જ ગમ્યો છે.

aamir khan eid raj thackeray bollywood buzz bollywood bollywood gossips bollywood news