વર્ચ્યુઅલ ઑડિશન બન્યું ફાયદાકારક

22 August, 2021 12:32 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

મલાઇકા અરોરાનું કહેવું છે કે નાના શહેરમાં જે યુવતીઓને એકલીને ઘરની બહાર નીકળવા નથી દેતા તેમને માટે આ ખૂબ સારો અવસર છે

મલાઇકા અરોરા

મલાઇકા અરોરાનું કહેવું છે કે હાલમાં નાના શહેરમાં રહેતી યુવતીઓ માટે વર્ચ્યુઅલ ઑડિશન આપવું લાભદાયક બની ગયું છે. મલાઇકાએ પોતાની કરીઅરની શરૂઆત મૉડલિંગથી કરી હતી. એના માધ્યમથી તેણે હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તે હવે એમટીવી પર આવનારા ‘સુપર મૉડલ ઑફ ધ યર’ની બીજી સીઝનને જજ કરવાની છે. આ સીઝન વિશે મલાઇકાએ કહ્યું હતું કે ‘અમારી પાસે એક એકથી ચડિયાતી છોકરીઓનાં લાઇનઅપ્સ છે. તમે જ્યારે વર્ચ્યુઅલ ઑડિશન્સ લો છો ત્યારે ખૂબ નાના શહેરોમાંથી છોકરીઓ તમારી પાસે આવે છે. આ સમયે છોકરીઓ માટે ભાગ લેવા માટે પહોંચવું અઘરું છે. જોકે હવે વર્ચ્યુઅલ હોવાથી તેમને માટે એ સરળ બની જાય છે. આ વખતનો કન્સેપ્ટ ‘તમે અપરાધભાવથી મુક્ત છો’ એ મને ગમ્યો છે. એનાથી છોકરીઓને પ્રોત્સાહન મળે છે.’

ઑડિશન આપનાર છોકરીઓ વિશે માહિતી આપતાં મલાઇકાએ કહ્યું હતું કે ‘કેટલીક તો એક શબ્દ પણ નથી બોલી શકતી, કેટલીકે તો કદી કૅમેરાનો સામનો પણ નથી કર્યો. કદી મેકઅપ કે હેરસ્ટાઇલ પણ નથી કરી હોતી. કેટલીક છોકરીઓ એવા પરિવારમાંથી આવે છે જેમને ઘરની બહાર જવાની પરવાનગી નથી હોતી અથવા તો અનેક પ્રતિબંધ હોય છે. તેમને આ બધાં બંધનોથી બહાર નીકળતાં જોવાનું સારું લાગે છે. મને એ વાતની ખુશી થાય છે કે તેઓ પોતાની સીમાની બહાર નીકળી રહી છે.’

malaika arora