સંગીતના 25 વર્ષ: ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટ દ્વારા વિશાલ એન્ડ શેખર લાઈવ ટુર જાહેર

15 August, 2025 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિશાલ દાદલાનીએ કહ્યું, “આ સફર અદ્ભુત રહી છે. મારા ભાઈ શેખર સાથે સંગીત બનાવવાના 25 વર્ષ – આ શો અમારા દરેક ચાહકને આભાર માનવાનો રસ્તો છે.” શેખર રવિજાણીએ ઉમેર્યું, “આ કોન્સર્ટ એ બધાની ઉજવણી છે જે અમે સાથે મળીને બનાવ્યું છે.

વિશાલ એન્ડ શેખર લાઇવ ટુર

ભારતના પોપ્યુલર સંગીતના સતત બદલાતા દ્રશ્યમાં, ખૂબ ઓછા નામો એવા છે જે છે વિશાલ દાદલાની અને શેખર રવિજાણીનું. તેઓ 25 વર્ષ સમય સુધી ટકી શક્યાં છે, બદલાતા સમયમાં પોતાને ઢાળી શક્યાં છે અને પ્રેરણા આપી રહ્યા છે. ભારતના સંગીત ઉદ્યોગના અગ્રણીઓ તરીકે તેઓએ 25 વર્ષનો ઐતિહાસિક માઈલસ્ટોન હાંસલ કર્યો છે અને આ વિશિષ્ટ સફરને તેઓ એક એવી ઇમર્સિવ કોન્સર્ટ અનુભવ સાથે ઉજવશે જે તેમના વારસાને શ્રદ્ધાંજલિ આપશે અને ચાહકોને તે સંગીત ફરી જીવવાનો મોકો આપશે જે પેઢીઓને પ્રેરિત કરતું આવ્યું છે. ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટ, બુકમાયશોના એન્ટરપ્રાઇઝ દ્વારા પ્રોડ્યુસ અને પ્રમોટ કરવામાં આવેલ, વિઝા પ્રેઝન્ટ્સ `વિશાલ એન્ડ શેખર લાઇવ ટુર’, એચડીએફસી બૅન્કના સહયોગમાં, 12 સપ્ટેમ્બર, 2025ના રોજ દિલ્હી-એનસીઆરના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં શરૂઆત કરશે, ત્યારબાદ 13 સપ્ટેમ્બર, 2025ના રોજ મુંબઈના NSCI ડોમમાં યોજાશે.

ટુર વિશે વધુ માહિતી બુકમાયશો પર ઉપલબ્ધ છે. ટિકિટ વેચાણની શરૂઆત 16 ઑગસ્ટ, 2025ના રોજ બપોરે 12 વાગ્યે એચડીએફસી બૅન્ક વિઝા ડેબિટ કાર્ડ ધારકો માટે ખાસ પ્રી-સેલથી થશે અને 17 ઑગસ્ટ, 2025ના રોજ બપોરે 1 વાગ્યે વિઝા ઇન્ફિનિટ અને વિઝા સિગ્નેચર કાર્ડ ધારકો માટે થશે. જનરલ ઑન-સેલ 18 ઑગસ્ટ, 2025ના રોજ બપોરે 2 વાગ્યે શરૂ થશે. જેઓ તેમના સંગીત સાંભળી મોટા થયા છે, તેમના માટે આ ટુર માત્ર યાદો નહિ પરંતુ એક સંપૂર્ણ સર્કલ ક્ષણ છે. છેલ્લા 25 વર્ષથી, વિશાલ અને શેખરે એવી રચનાઓ કરી છે જે તાત્કાલિક ટ્રેન્ડથી ઉપર ઉઠીને ભાવનાઓમાં રોપાયેલી છે અને નિર્ભય પ્રયોગોથી સમૃદ્ધ છે. તેમનાં ગીતોએ ફિલ્મોથી આગળ જઈને દેશની સાંસ્કૃતિક ઓળખનો ભાગ બનીને મિત્રતા, પ્રેમ, તહેવારો અને એકાંતના પળોને સંગીતબદ્ધ કર્યા છે.

વિશાલ દાદલાનીએ કહ્યું, “આ સફર અદ્ભુત રહી છે. મારા ભાઈ શેખર સાથે સંગીત બનાવવાના 25 વર્ષ – આ શો અમારા દરેક ચાહકને આભાર માનવાનો રસ્તો છે.” શેખર રવિજાણીએ ઉમેર્યું, “આ કોન્સર્ટ એ બધાની ઉજવણી છે જે અમે સાથે મળીને બનાવ્યું છે. અમે સ્ટેજ પર ઊર્જા, હિટ્સ અને યાદો લઈને આવી રહ્યાં છીએ અને અમારા ચાહકો સાથે આ જાદૂ વહેંચવા માટે ઉત્સુક છીએ.” વિઝા ઇન્ડિયાના કન્ટ્રી મૅનેજર રિષિ છબરાએ કહ્યું, “અમે 12 અને 13 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં અને મુંબઈમાં ટ્રાઇબવાઇબ સાથે વિશાલ-શેખરનાં લાઇવ કોન્સર્ટ પ્રસ્તુત કરતાં ખૂબ આનંદિત છીએ. વિશાલ અને શેખર બૉલિવુડના આઇકોનિક હાર્ટબીટ રહ્યા છે, જે પેઢીથી પેઢીને જોડતાં આધુનિક સંગીત બનાવે છે. વિઝા તરીકે અમે હંમેશાં અમારા યુઝર્સની સાથે રહી તેમની ક્ષણોને યાદગાર બનાવવા માને છીએ. આ માટે અમે ખાસ પ્રી-સેલ વિન્ડો બનાવ્યું છે, જે વિઝા ઇન્ફિનિટ, વિઝા સિગ્નેચર અને એચડીએફસી બૅન્ક વિઝા ડેબિટ કાર્ડધારકો માટે છે. ભારતનું કોન્સર્ટ દ્રશ્ય જીવંત બની રહ્યું છે અને આ અવસર અમારા કાર્ડધારકો માટે લોકપ્રિય સંસ્કૃતિ, અનુભવો અને પેમેન્ટ્સને એક સાથે લાવવાની તક છે.”

ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટના સ્થાપક અને CEO શોવન શાહે કહ્યું, “વિશાલ અને શેખર સાંસ્કૃતિક આઇકોન છે જેમના સંગીતે છેલ્લા બે દાયકામાં બોલીવુડના સાઉન્ડસ્કેપને પરિભાષિત કર્યું છે. તેમની 25 વર્ષની ઉજવણીને જીવંત બનાવવું અમારી માટે ગૌરવની વાત છે. અમે મુંબઈ અને દિલ્હીમાં ચાહકોને અવિસ્મરણીય અનુભવ આપવા માટે આતુર છીએ.” આ ટુર સંગીતના દાયકાઓને એકસાથે લાવતી અને યાદો તેમજ ઉત્સાહ બન્ને જગાવતી એક ઓડિયો-વિઝ્યુઅલ સ્પેક્ટેકલ બનશે. ‘દસ બહાને’, ‘દેસી ગર્લ’, ‘શીલા કી જવાની’, ‘રાધા’, ‘બલમ પિચકારી’, ‘સ્વૅગ સે સ્વાગત’, ‘નશે સી ચઢ ગઈ’ સહિત અનેક હિટ્સ સાથે, વિશાલ અને શેખરનું સંગીત 70થી વધુ ફિલ્મોમાં ગુંજ્યું છે, અનેક ફિલ્મફેર અને IIFA ઍવોર્ડ્સ જીત્યાં છે અને વિશ્વભરના પ્લેટફોર્મ્સ પર અબજો સ્ટ્રીમ્સ મેળવ્યાં છે.

vishal dadlani shekhar ravjiani indian music bollywood buzz bollywood news bollywood gossips bollywood