વિશાલ ભારદ્વાજ હવે શાહરુખ ખાન સાથે ફિલ્મ બનાવવાના પ્લાનિંગમાં?

25 February, 2026 12:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખ માત્ર મોટો સ્ટાર જ નહીં, અત્યંત સારો માણસ પણ છે. તે દેશમાં સૌથી આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે. મેં તાજેતરમાં પણ શાહરુખને નવી વાર્તા મોકલી છે. તે મને કહે છે કે આપણે ઓછામાં ઓછી એક ફિલ્મ તો સાથે કરવી જ જોઈએ.

શાહરુખ ખાન

વિશાલ ભારદ્વાજે ડિરેક્ટ કરેલી ‘ઓ રોમિયો’ રિલીઝ થઈ ગઈ છે ત્યારે હવે તેમની આગામી ફિલ્મનું પ્લાનિંગ ચર્ચાનું કારણ બન્યું છે. હાલમાં વિશાલ ભારદ્વાજે આપેલા એક ઇન્ટરવ્યુ પછી માનવામાં આવે છે કે તેમની આગામી ફિલ્મ શાહરુખ ખાન સાથે હોઈ શકે છે, કારણ કે વિશાલે ઇન્ટરવ્યુમાં વાત-વાતમાં કહ્યું હતું કે તે શાહરુખ સાથે ઘણી વાર્તાઓની ચર્ચા કરી ચૂક્યા છે. પોતાના આ ઇન્ટરવ્યુમાં વિશાલે કહ્યું હતું કે ‘વર્ષમાં હું ઘણી વખત શાહરુખ સાથે અલગ-અલગ સ્ટોરી-આઇડિયા વિશે ચર્ચા કરું છું અને દરેક વખતે શાહરુખ ખૂબ જ પ્રેમથી પ્રતિસાદ આપે છે. શાહરુખ માત્ર મોટો સ્ટાર જ નહીં, અત્યંત સારો માણસ પણ છે. તે દેશમાં સૌથી આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે. મેં તાજેતરમાં પણ શાહરુખને નવી વાર્તા મોકલી છે. તે મને કહે છે કે આપણે ઓછામાં ઓછી એક ફિલ્મ તો સાથે કરવી જ જોઈએ. આશા છે કે આ વખતે અમે બન્ને કોઈ પ્રોજેક્ટમાં સાથે કામ કરી શકીશું.’

vishal bhardwaj Shah Rukh Khan bollywood buzz bollywood gossips bollywood