કંગનાએ કપિલના શૉમાં રમુજી હરકત કરી આ સ્ટાર કિડીની ઉડાવી મજાક, જુઓ વીડિયો

18 May, 2022 06:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તાજેતરમાં જ કંગના રનૌત તેની આગામી ફિલ્મ `ધાકડ`ના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં પહોંચી હતી જ્યાં અભિનેત્રીએ ખૂબ જ મસ્તી કરી હતી.

કંગના રનૌત (વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનશોટ)

કંગના રનૌત ઈન્ડસ્ટ્રીના એવા થોડા લોકોમાંથી એક છે જે ક્યારેય કોઈની સાથે ગડબડ કરવામાં ડરતી નથી. પોતાની `ધાકડ` સ્ટાઈલ માટે જાણીતી આ અભિનેત્રી બધાની સામે નીડરતાથી બોલે છે, પછી ભલે તે કોઈને ટ્રોલ કરતી હોય કે દેશના કોઈપણ મુદ્દા પર બોલતી હોય. તાજેતરમાં જ કંગના રનૌત તેની આગામી ફિલ્મ `ધાકડ`ના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં પહોંચી હતી જ્યાં અભિનેત્રીએ ખૂબ જ મસ્તી કરી હતી. આ સાથે જ કંગનાએ એક સ્ટાર કિડ પર નિશાન સાધ્યુ હતું. 

કપિલના શોમાંથી કંગનાનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ફિલ્મ અભિનેતા ચંકી પાંડેની પુત્રી અભિનેત્રી અનન્યા પાંડેની મજાક ઉડાવતી જોવા મળી રહી છે. જોકે તેણે અનન્યાનું નામ નથી લીધું, પરંતુ તે જે રીતે મિમિક્રી કરી રહી છે, અનન્યાએ પણ કપિલના શોમાં કંઈક આવું જ કર્યું હતું.

વીડિયોમાં કપિલ દેખાય છે, કંગનાને પૂછે છે `બોલી બિમ્બો` શું છે કંગના? કોમેડિયનના પ્રશ્ન પર કંગનાએ તેના નાકને જીભ દ્વારા સ્પર્શ કરે છે જે એકદમ રમુજી લાગે છે અને કહે છે કે `હું મારી જીભ વડે મારા નાકને સ્પર્શ કરી શકું છું...`. આ પછી અનન્યાની ક્લિપ વીડિયોમાં જોવા મળી રહી છે જેમાં તેણે પણ પોતાની જીભ વડે નાકને સ્પર્શ કર્યો અને કહ્યું કે આ મારી ટેલેન્ટ છે. કંગનાને આવું કરતી જોઈને કપિલ પણ હસવાનું રોકી શક્યો નહીં. અભિનેત્રીનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

bollywood news kangana ranaut Ananya Panday