26 October, 2025 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેર
અનુપમ ખેરે ૭૦ વર્ષની વયે આકરી મહેનત કરીને પોતાનું જબરદસ્ત ફિટનેસ ટ્રાન્સફૉર્મેશન કર્યું છે. હાલમાં અનુપમ ખેરે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પોતાની એક શર્ટલેસ તસવીર મૂકીને ફૅન્સને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ તસવીરમાં અનુપમ જિમમાં શર્ટલેસ થઈને વર્કઆઉટ કરી રહ્યા છે અને તેમની ટોન્ડ બૉડી, મજબૂત કાંડા અને મસલ્સ મહેનત કરીને મેળવેલા ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશનનો પુરાવો છે. આ ફોટો શૅર કરતાં અનુપમ ખેરે સ્પષ્ટતા કરી છે કે મારો આ ફોટો એડિટેડ નથી.