27 June, 2025 06:58 AM IST | Bhuj | Gujarati Mid-day Online Correspondent
વાંકી ચૂકી લવ સ્ટોરી
નીતિશાલી પ્રૉડક્શન્સ અને ધ્વનિ ગૌતમ ફિલ્મ્સ સાથે મળીને પોતાની આગામી ફિચર ફિલ્મ જે ખૂબ જ સુંદર રોમેન્ટિક ડ્રામાની સાથે એક અદ્ભૂત લવસ્ટોરી પણ છે, વાંકી ચૂકી લવ સ્ટોરીના શૂટની શરૂઆત માટે મૂહુર્ત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ ફિલ્મની અધિકારિક જાહેરાત અને શૂટ શરૂ કરવામાં આવ્યું.
નિતીન ભાનુશાલીના પ્રૉડક્શનમાં અને ધ્વનિ ગૌતમના દિગ્દર્શનમાં બનતી ફિલ્મ વાંકી ચૂકી લવ સ્ટોરીમાં ભાવિન ભાનુશાલી, પૂજા જોશી, પરીક્ષિત તમાલિયા, મિલોની ઝોન્સા, ધર્મેશ વ્યાસ, હેમાંગ દવે સહિત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અન્ય કલાકારો સાથે આ ફિલ્મનું શૂટ શરૂ કરવામાં આવ્યું છે.
આ ફિલ્મમાં ઈમોશન, રોમેન્સ, કનેક્ટ થઈ શકાય તેવી ક્ષણોની સાથે મૉડર્ન રિલેશનશિપ અને ગુજરાતી સંસ્કૃતિના ફ્લેવર અહીં જોવા માણવા મળશે. દિગ્દર્શક ધ્વનિ ગૌતમ પોતાની સ્ટાઈલિશ અને ભાવનાત્મક સ્ટોરીટેલિંગ અને લોકોને પોતાની સાથે જોડી રાખવાના સિનેમેટિક અનુભવ આપવા માટે જાણીતા છે.
અધિકારિક રીતે ફિલ્મના શૂટની શરૂઆત થઈ ગઈ છે અને આ ફિલ્મ માટે ગુજરાતના જ પરિવેશનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે ત્યાંના લોકલ અને વાઇબ્રન્ટ સિનેમેટિક એસ્થેટિક્સનો અનુભવ આપવા માટેની શરૂઆત થઈ ગઈ છે. આ ફિલ્મના શૂટની શરૂઆત ભુજમાં કરવામાં આવી છે. ફિલ્મનું પરિપ્રેક્ષ્ય જીવંત અને લોકો સાથે કનેક્ટ કરી શકાય એવું બતાવવા માટે ફિલ્મનું શૂટિંગ સેટ બનાવીને નહીં પણ ગુજરાતની જૂદી જૂદી લોકેશન પર આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે.
કેમેરાની સામે અને બિહાઈન્ડ ધ કેમેરા, બન્ને બાજુ જબરજસ્ત ટીમ સાથે, વાંકી ચૂકી લવ સ્ટોરી ગુજરાતી સિનેમાની સૌથી અપેક્ષિત રિલીઝમાંની એક બનવા માટે તૈયાર છે.
નોંધનીય છે કે ફિલ્મની સ્ટાર કાસ્ટમાં પૂજા જોશી અને ભાવિન ભાનુશાલી છે. જેમાંથી પૂજા જોશી અને મલ્હાર ઠાકર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોસ્ટ પૉપ્યુલર કપલ છે. તેમણે તાજેતરમાં જ બેમાંથી ત્રણ થવાની જાહેરાત કરી હતી, જે વિશે આજે એટલે કે 26 જૂન 2025ના રોજ તેમણે એક ખાસ ખુલાસો કર્યો છે. આ ખુલાસા વિશે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમએ પહેલા અંદાજો લગાવ્યો હતો તે પ્રમાણે, તેઓ પોતાનું કૅફે ખોલવાના છે, તે ખરેખર સાચો પડ્યો છે. આજે પૂજા જોશી અને મલ્હાર ઠાકરે આ વિશે ખુલાસો કરતી જાહેરાત કરી છે.
નોંધનીય છે કે ભાવિન ભાનુશાલી અને પૂજા જોશીએ આ પહેલા પણ સાથે ફિલ્મમાં કામ કર્યું છે. છેલ્લે બન્ને જલસો ફિલ્મમાં સાથે જોવા મળ્યાં હતાં. હવે તેમની બન્નેની આ ફિલ્મનું શૂટ શરૂ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મનું દિગ્દર્શન ધ્વનિ ગૌતમ કરી રહ્યા છે અને આ ફિલ્મને પ્રૉડ્યૂસ નિતીન ભાનુશાલીનું પ્રૉડક્શન હાઉસ નિતીશાલી પ્રૉડક્શન દ્વારા કરવામાં આવી રહ્યું છે.