ડેલ્ટા વેરિઅન્ટને કારણે ‘ટૉપ ગન : મેવરિક’ અને ‘મિશન ઇમ્પૉસિબલ 7’ ફરી થઈ પોસ્ટપોન

03 September, 2021 01:04 PM IST  |  Mumbai | Agency

કોરોનાને કારણે હવે થિયેટર્સમાં લોકો ફિલ્મ જોવા નથી જઈ રહ્યા. ડેલ્ટા વેરિઅન્ટને કારણે કેસ ફરી વધી રહ્યા છે અને એને ફરી કન્ટ્રોલમાં લાવવા જરૂરી છે.

ડેલ્ટા વેરિઅન્ટને કારણે ‘ટૉપ ગન : મેવરિક’ અને ‘મિશન ઇમ્પૉસિબલ 7’ ફરી થઈ પોસ્ટપોન

કોરોના વાઇરસના ડેલ્ટા વેરિઅન્ટને કારણે ટૉમ ક્રૂઝની ‘ટૉપ ગન : મેવરિક’ અને ‘મિશન ઇમ્પૉસિબલ 7’ ફરી પોસ્ટપોન કરવામાં આવી છે. ‘ટૉપ ગન : મેવરિક’ને નવ નવેમ્બરે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે હવે આ ફિલ્મને ૨૦૨૨ની ૨૭ મેએ રિલીઝ કરવામાં આવશે. તેની ‘મિશન ઇમ્પૉસિબલ 7’ને ૨૦૨૨ની ૨૭ મેની જગ્યાએ હવે ૨૦૨૨ની ૩૦ સપ્ટમ્બરે રિલીઝ કરવામાં આવશે. છેલ્લા દોઢ વર્ષમાં આ બન્ને ફિલ્મની રિલીઝની તારીખો બદલાતી રહી છે. આ બન્ને બિગ બજેટ ફિલ્મ છે. કોરોનાને કારણે હવે થિયેટર્સમાં લોકો ફિલ્મ જોવા નથી જઈ રહ્યા. ડેલ્ટા વેરિઅન્ટને કારણે કેસ ફરી વધી રહ્યા છે અને એને ફરી કન્ટ્રોલમાં લાવવા જરૂરી છે. આથી ફિલ્મના કલેક્શનને ધ્યાનમાં રાખીને પણ આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

hollywood news