સેક્સ્યુઅલ અસોલ્ટ અને રેપના આરોપોમાં હાર્વી વેઇનસ્ટેનને ૨૩ વર્ષની જેલ

12 March, 2020 02:51 PM IST  |  Mumbai Desk

સેક્સ્યુઅલ અસોલ્ટ અને રેપના આરોપોમાં હાર્વી વેઇનસ્ટેનને ૨૩ વર્ષની જેલ

હાર્વી વેઇનસ્ટેન

હૉલીવુડના પ્રોડ્યુસર હાર્વી વેઇનસ્ટેનને સેક્સ્યુઅલ અસોલ્ટના કેસમાં ૨૩ વર્ષની સજા કરવામાં આવી છે. ૨૪ ફેબ્રુઆરીએ ૬૭ વર્ષના હાર્વી વેઇનસ્ટેનને તેની ભૂતપૂર્વ પ્રોડક્શન અસિસ્ટન્ટ મીમી હૅલેયીના સેક્સ્યુઅલ અસોલ્ટ અને અસપાયરિંગ ઍક્ટ્રેસ જેસિકા મન પર બળાત્કાર કર્યો હોવા માટે આરોપી જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા તેને વધુમાં વધુ ૨૯ વર્ષની જેલની સજા મળી શકે એમ હતું, પરંતુ ગઈ કાલે કોર્ટના ચુકાદા મુજબ તેને ૨૩ વર્ષની સજા આપવામાં આવી છે. હાર્વી વિરુદ્ધ છ મહિલાઓએ જુબાની આપી હતી અને એ માટે તેઓ કોર્ટમાં હાજર પણ હતાં. #MeToo કેમ્પેન હેઠળ સોથી વધુ મહિલાઓએ હાર્વી વેઇનસ્ટેન પર આરોપ મૂક્યો હતો જેમાં ઘણાં ફૅમસ નામ પણ હતાં.

hollywood news harvey weinstein